જામનગર–ખંભાળિયા હાઈવે પર સરકારી જમીન પરનાં દબાણો દૂર કરાયાં

જામનગર–ખંભાળિયા હાઈવે પર સરકારી જમીન પરનાં દબાણો દૂર કરાયાં

ગોરધનપરના પાટિયાથી લાખાબાવળ સુધી બોરવેલ, ચાની હોટલો, ગેરેજ અને વાહનોના વાડા સહિતનાં ૧૫ જેટલાં ગેરકાયદે બાંધકામો પર ડિમોલિશન

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા. ૨૯: જામનગર–ખંભાળિયા મુખ્ય ધોરીમાર્ગ પર ગોરધનપરના પાટિયાથી લાખાબાવળ સુધી સરકારી જમીન પર કરવામાં આવેલાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંબંધિત તંત્ર દ્વારા અગાઉ દબાણકર્તાઓને નોટિસ પાઠવી બાંધકામો દૂર કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતાં આશરે ૧૫ જેટલાં ગેરકાયદે બાંધકામો હટાવી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

જામનગર–ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપરના પાટિયાથી લાખાબાવળ સુધીના વિસ્તારમાં સરકારી જમીન પર વિવિધ પ્રકારનાં બાંધકામો અને દબાણો કરવામાં આવ્યાં હતાં. આ દબાણોમાં બોરવેલ, ચાની હોટલો, ગેરેજ, વાહનોના વાડા સહિતનાં બાંધકામોનો સમાવેશ થતો હતો. સરકારી જમીન પરનાં આ દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા અગાઉ નોટિસ પાઠવી બાંધકામો હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી.

નોટિસની કાર્યવાહી બાદ આજે સંબંધિત તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આશરે ૧૫ જેટલાં ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહીથી હાઈવે નજીક સરકારી જમીન પર થયેલાં દબાણો હટાવી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો