શ્રી સાકેત ધામ આશ્રમ, કોડવાવ દ્વારા ૨૫ હજાર જેટલા ધાબળા અને સ્વેટરનું જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ કરવાની તૈયારી…

બ્રિજેશ પટેલ, ભરૂચ

 

કોડવાવ : આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારોને શિયાળાની કડકડતી ઠંડીથી રક્ષણ મળી રહે અને કોઈપણ પરિવાર ઠંડીના કારણે મુશ્કેલીમાં ન મુકાય તેવા ઉમદા સેવાભાવ સાથે શ્રી સાકેત ધામ આશ્રમ, કોડવાવ દ્વારા માનવસેવાનું અનોખું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

 

આશ્રમના ગુરુજી દ્વારા આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારો માટે અંદાજે ૨૫,૦૦૦ જેટલા ધાબળા અને સ્વેટર મંગાવી તેમના વિતરણની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સેવાકાર્ય દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં વસતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને શિયાળાની ઋતુમાં રાહત પહોંચાડવાનો આશય છે.

 

આ પ્રસંગે ગુરુજીએ વિસ્તાર પ્રત્યેના પોતાના લાગણીસભર અભિગમ સાથે સેવા, યજ્ઞ અને પરોપકારના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે જરૂરિયાતમંદોની મદદ કરવી અને સમાજના છેવાડાના માનવી સુધી સેવાકાર્ય પહોંચાડવું એ જ સાચો માનવધર્મ છે.

 

શ્રી સાકેત ધામ આશ્રમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલ સમાજમાં સેવા, સંસ્કાર, શિક્ષણ અને સ્વાવલંબનના મૂલ્યોને પ્રોત્સાહન આપતું પ્રેરણાદાયી ઉદાહરણ બ

ની રહી છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો