WAKANER:માત્ર આક્ષેપોથી ગુનો સાબિત ન થાય, વાંકાનેર કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, ત્રણ આરોપીઓને નિર્દોષ મુક્તિ

WAKANER:માત્ર આક્ષેપોથી ગુનો સાબિત ન થાય, વાંકાનેર કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, ત્રણ આરોપીઓને નિર્દોષ મુક્તિ

વાંકાનેર, તા. 30-10-2026 વાંકાનેરની નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ક્રિમિનલ કેસ નં. 1143/2025માં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં ફરિયાદ પક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તથા રજૂ કરવામાં આવેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યા બાદ ત્રણેય આરોપીઓને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામના રહેવાસી કડીવાર યાસીન આહમદ અમનજીનું વાંકાનેર ખાતે આવેલ પીજીવીસીએલ કચેરી રૂરલ 01 દ્વારા કાયદેસરના બાકી લેણા નીકળતા ન હોય તેમ છતાં તેમનું હયાત વીજ કનેક્શન નોટિસ આપ્યા વગર કપાત કરેલ.

આ બાબતે સંબંધિત વ્યક્તિઓ દ્વારા પીજીવીસીએલ કચેરી રૂરલ 01 અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસના ત્રણેય આરોપીઓ વીજ કનેક્શન કાપવા અંગેની બાબતમાં સમજાવટ કરવા માટે પીજીવીસીએલ કચેરીના અધિકારી રાતી દેવડી ગામ ખાતે ગયા હતા. તે દરમિયાન કચેરીના અધિકારી સાથે બોલાચાલી અને વિવાદ થયાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં આરોપીઓએ સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હોવા તથા અભદ્ર ભાષામાં ગાળો આપ્યાની આક્ષેપો સાથે પીજીવીસીએલના અધિકારી દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂકાવટ સહિતની વિવિધ કલમો સાથે ફરિયાદ પોલીસ દફતરે નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

નામદાર કોર્ટની કાર્યવાહી દરમિયાન, આરોપીઓ તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે વીજ કનેક્શન બાબતે કોઈ કાયદેસર બાકી લેણાં ન હોવા છતાં વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. અને આ બાબતે સમજાવટ કરવા જતાં આરોપીઓ સામે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. આરોપીઓએ સરકારી કર્મચારીની ફરજમાં કોઈ રૂકાવટ કરી નથી કે ફરિયાદમાં જણાવ્યા મુજબનું કોઈ ગુનાહિત કૃત્ય આચર્યું નથી.

કેસની સુનાવણી દરમિયાન નામદાર અદાલત દ્વારા ફરિયાદ પક્ષના સાક્ષીઓની જુબાનીઓ, મૌખિક પુરાવાઓ તેમજ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓનું ઝીણવટપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ ભારતની વરિષ્ઠ અદાલતો અને હાઇકોર્ટના અલગ અલગ ચુકાદાઓ રજૂ રાખેલ હોય.

નામદાર અદાલતે ફોજદારી ન્યાયશાસ્ત્રના પાયાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કર્યું હતું કે, આરોપીઓ સામેનો ગુનો શંકાથી પર સાબિત કરવાની સંપૂર્ણ જવાબદારી ફરિયાદ પક્ષની છે. ફોજદારી ન્યાયપ્રણાલીમાં આરોપીને નિર્દોષ માનવાની ધારણા મહત્વપૂર્ણ છે. અને માત્ર આક્ષેપો કે શંકાના આધારે કોઈ વ્યક્તિને ગુનેગાર ઠરાવી શકાય નહીં.

આ કેસમાં ફરિયાદ પક્ષ આરોપીઓ સામેના આક્ષેપો શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહેતાં નામદાર અદાલતે ત્રણેય આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

નિર્દોષ જાહેર કરવામાં આવેલા આરોપીઓનાં નામ નીચે મુજબ છે.1. મહમદફરીદભાઈ ઉસ્માનભાઈ કડીવાર.2. યુસુફભાઈ અહમદભાઈ કડીવાર. 3. ગુલામમોહ્યુદ્દીનભાઈ અહમદભાઈ કડીવાર. રહે.બધા. રાતી દેવરી, તા.વાંકાનેર, જીલ્લો મોરબી.આમ, નામદાર વાંકાનેર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તા. 30-10-2026 ના રોજ ચુકાદો જાહેર કરી ત્રણેય આરોપીઓને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં આરોપીઓ તરફે ધારાશાસ્ત્રી શ્રી ફરીદ મદની એ. પરાસરા, ધારાશાસ્ત્રી શ્રી બખ્તિયાર અશરફ એ. પરાસરા તથા ધારાશાસ્ત્રી શ્રી આફતાબ એ. ત્રિવેદી રોકાયેલા હતા.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો