પોલીસ હેડ ક્વાર્ટરથી તળાવ દરવાજા થઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા સુધી દોડ યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે જૂનાગઢમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જૂનાગઢ પોલીસ દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિશેષ કાર્યક્રમ અને ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ, જવાનો, પદાધિકારીઓ અને એનજીઓ પ્રતિનિધિઓને જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ દિલીપ રાણાએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.
ત્યારબાદ પોલીસ હેડ ક્વાર્ટરથી તળાવ દરવાજા થઈ ઝાંસીની રાણીની પ્રતિમા સુધી ભવ્ય ‘રન ફોર યુનિટી’ યોજાઈ હતી. આ દોડમાં પ્રભારી સચિવ દિલીપ રાણા, ધારાસભ્ય સંજય કોરડીયા, કલેક્ટર યોગેશ ચૌધરી, એસપી સુબોધ ઓડેદરા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, પ્રાંત અધિકારીઓ, ડીવાયએસપી સહિત પોલીસ જવાનો, વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.











