આણંદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ : ૧૫૧ મી જન્મજયંતીની ઉજવણી*

આણંદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ : ૧૫૧ મી જન્મજયંતીની ઉજવણી

તાહિર મેમણ – આણંદ – 31/10/2026 – અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧ મી જન્મજયંતી તથા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં કરમસદમાં એકતા અને રાષ્ટ્રભાવનાના પ્રતીક સમાન ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

 

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમની શરૂઆત સરદાર સાહેબની કર્મભૂમિ એવા કરમસદ સ્થિત ઐતિહાસિક સરદાર પટેલ મેમોરિયલ ખાતેથી કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ લીલી ઝંડી બતાવી ‘રન ફોર યુનિટી’ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ એકતા દોડ (રન ફોર યુનિટી) કરમસદના માર્ગો પરથી પસાર થઈને સરદાર પટેલના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં પ્રભારી મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરદાર સાહેબના જીવન અને દેશ માટેના અપ્રતિમ યોગદાનને યાદ કરી અંજલિ અર્પિત કરવામાં આવી હતી અને એકતા દોડનું ભાવસભર સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર દોડ દરમિયાન ભારત માતા કી જય ના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

 

આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ત્યાં હાજર સૌ પદાધિકારીઓ, અધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે આપેલા એકતા અને ભાઈચારાના સંદેશને સમાજના પ્રત્યેક નાગરિક સુધી અને જન-જન સુધી પહોંચાડવા તથા દેશની આંતરિક સુરક્ષા, એકતા અને અખંડિતતાને અક્ષુણ્ણ જાળવી રાખવા માટેના પવિત્ર શપથ ગ્રહણ કર્યા હતા.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો