તા.૩૧/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
પ્રભારી મંત્રીશ્રી રાજકોટમાં સવારે ‘રન ફોર યુનિટી’માં જોડાયા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી
Rajkot: અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી, ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી રાજકોટ શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા.

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે આયોજિત એકતા પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રવચનનું રાજકોટ મહાનગરના ૧૮ વોર્ડમાં ૩૬ સ્થાનો પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આજે સાંજે રાજકોટમાં વોર્ડ નંબર-૧માં સરકારી શાળા નંબર ૯૦ ખાતે ઉપસ્થિત રહ્યા અને લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું

આ તકે તેમણે સૌને રાષ્ટ્રીય એકતા દિવસની શુભકામના પાઠવી હતી. આ સાથે એકતા પરેડનું મહત્વ પણ સમજાવ્યું હતું.

જ્યારે મેયરશ્રી ડૉ. નેહલ શુક્લએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને સૌને જાહેરમાં સ્વચ્છતા જાળવવા સંકલ્પબદ્ધ થવા જણાવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી શ્રી માધવ દવે, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આજે સવારે રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત ‘રન ફોર યુનિટી’માં જોડાયા હતા. બાદમાં તેમણે બહુમાળી ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.










