જૂનાગઢ જેલ રોડ પર ફૂટપાથ પર સૂતેલા લોકોને છરી બતાવી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી ‘બી’ ડિવિઝન પોલીસ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરના જેલ રોડ પર ફૂટપાથ પર સૂતેલા લોકોને છરી બતાવી, માર મારીને લૂંટ ચલાવનારા ત્રણ રીઢા શખ્સોને જૂનાગઢ ‘બી’ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ઘટનાની વિગત મુજબ, ફરિયાદી તથા અન્ય સાહેદો જેલ રોડ પાસે ફૂટપાથ પર સૂતા હતા તે દરમિયાન ત્રણ શખ્સોએ આવીને ગાળો ભાંડી માર માર્યો હતો. તે પૈકીના એક શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના ખિસ્સામાંથી રૂ. ૨,૨૪૦/- ની રોકડ લૂંટી લીધી હતી. આ બનાવ અંગે ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS ની સંબંધિત કલમો તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ડાંગરના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી તેમજ બાતમીદારો પાસેથી માહિતી મેળવી સઘન તપાસ હાથ ધરી હતી. ગણતરીની કલાકોમાં પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી લૂંટમાં ગયેલી પૂરેપૂરી રોકડ રૂ. ૨,૨૪૦/- તથા ગુનામાં વપરાયેલી છરી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો