શંભુનગર-કાલબી માર્ગ બિસ્માર! પેચવર્ક થયું કે માત્ર કાગળ પર ? અનેક ગામોના વાહનચાલકો પરેશાન, માર્ગની ગુણવત્તા સામે સવાલો; તાત્કાલિક તપાસની ગ્રામજનોની માંગ,


hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5441;
AI_Scene: (-1, -1);
aec_lux: 90.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 38;
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ જેસિંગ વસાવા
ચિકડા, નર્મદા :
ચિકડા તાલુકાના શંભુનગર ગામથી કાલબી ગામને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. માર્ગ પર પેચવર્ક કરવામાં આવ્યું હોવાનું જણાવાય છે, પરંતુ સ્થળ પર રસ્તાની હાલત જોતા કામગીરીની ગુણવત્તા સામે સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. પરિણામે પેચવર્ક ખરેખર થયું કે માત્ર કાગળ પર કામગીરી દર્શાવવામાં આવી? તેવો પ્રશ્ન ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યો છે.
શંભુનગરથી કાલબીને જોડતા આ માર્ગનો ઉપયોગ કાલબી, કાકરપાડા, આંબાવાડી, કેવડી, શંભુનગર સહિત આસપાસના અનેક ગામોના લોકો દ્વારા કરવામાં આવે છે. પરંતુ રસ્તા પર ખાડા અને બિસ્માર સ્થિતિના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ખેડૂતો તેમજ બીમાર દર્દીઓને પણ અવરજવર દરમિયાન હાલાકી ભોગવવી પડી રહી છે.
પેચવર્કની કામગીરી સામે ઊઠ્યા સવાલો
સ્થાનિકોનો સવાલ છે કે જો માર્ગ પર પેચવર્ક કરવામાં આવ્યું હોય તો તેની ગુણવત્તા હાલની સ્થિતિમાં કેમ દેખાતી નથી? કામગીરી પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો? કયા કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું? તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી કામગીરીની ગુણવત્તા ચકાસવામાં આવી હતી કે કેમ?
સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓના વિકાસ માટે વિવિધ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાની કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે. ત્યારે શંભુનગર-કાલબી માર્ગની હાલત વિકાસના દાવાઓ સામે વિપરીત ચિત્ર રજૂ કરતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
તંત્ર સ્થળ તપાસ કરશે કે નહીં?
ગ્રામજનોની માંગ છે કે સંબંધિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, પેચવર્કની ગુણવત્તા ચકાસવામાં આવે અને જરૂરી હોય તો માર્ગનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે.
હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ગ્રામજનોની સમસ્યાને ગંભીરતાથી લઈ માર્ગની વાસ્તવિક સ્થિતિની તપાસ કરશે કે પછી બિસ્માર માર્ગની સમસ્યા યથાવત્ રહેશે?
ગ્રામજનો દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.








