હાંસોટ તાલુકાના સાહોલ ગામમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી

સમીર પટેલ, ભરૂચ

હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામમાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી એક ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ગામના વિકાસ અને સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર આદરણીય વડીલોને બુકે અને શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં સાહોલ ગામના સરપંચ નવનીત પટેલ, તલાટીકમમંત્રી વંદનાબેન તેમજ સાહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શાળાના શિક્ષકગણ નરેશભાઈ પટેલ અને જનકભાઈ પટેલ, એસ. એમ. સી. અધ્યક્ષ વનિતાબેન પટેલ તથા એસ. એમ. સી.ના તમામ સભ્યોએ પણ હાજરી આપી હતી.કાર્યક્રમને સફળ બનાવવામાં આંગણવાડી કાર્યકર હેમલતાબેન પટેલ, મદદનીશ મીનાક્ષીબેન પટેલ, મધ્યાહન ભોજનના સંચાલક આશાબેન પટેલ તથા રસોઈયા ભારતીબેન સલાટનું યોગદાન રહ્યું હતું. પંચાયતના સભ્યો અને ગામના અગ્રણી આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના નાના-નાના ભૂલકાંઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમની શોભા વધારી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જીવંત પ્રસારણ કાર્યક્રમ ગામજનોને બતાવવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતો માટે ભોજન સમારંભ યોજાયા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો