હાલોલના પાલનપુર ગામના પુલ પાસે ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવાર એકનું મોત,એક ગંભીર

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧.૧૧.૨૦૨૬

હાલોલ રોડ પર પાલનપુર ગામ પાસે આવેલા પુલ નજીક ગત મોડી સાંજે એક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇકચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલા અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે.મળતી વિગતો અનુસાર, ગત તારીખ ૩૧/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે પોણા નવ વાગ્યાના સુમારે તપોવનસિંહ ગમસીંગભાઇ નાયકા તથા જગદિશભાઇ કાળીદાસભાઇ નાયકા પોતાની બાઈક લઈને વસંતગઢથી વડોદરા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન બોડેલી-હાલોલ રોડ પર પાલનપુર ગામ પાસે આવેલા પુલ નજીકથી પસાર થતી વખતે કોઈ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમની મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી.ટક્કર એટલી ભીષણ હતી કે બંને યુવકો રોડ પર પટકાતાં તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તપોવનસિંહ ગમસીંગભાઇ નાયકાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા જગદિશભાઇ નાયકાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.આ બનાવ અંગે વડોદરાના સમા વિસ્તારમાં રહેતા અલ્પેશ ચંદ્રસિંહ જાદવે પાવાગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો