થરા માર્કેટયાર્ડમા શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ યુવક મંડળ તથા સમાજના કારોબારીની મિટિંગ મળી.

થરા માર્કેટયાર્ડમા શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ યુવક મંડળ તથા સમાજના કારોબારીની મિટિંગ મળી.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે માર્કેટ યાર્ડ ના મેડા ઉપર શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ યુવક મંડળ તથા સમાજના કારોબારી સભ્યોની મિટિંગ સમાજના પ્રમુખ અણદાભાઈ થરા,ઉપ પ્રમુખ રામશીભાઈ રવેલ,મંત્રી વાલાભાઈ રાજપુર,સહમંત્રી રમેશભાઈ લુદ્રાની ઉપસ્થિતિમા ૨૦ મા વિધાર્થી સન્માન સમારોહ ૨૦૨૬ ની આગામી કારતક સુદ છઠ ને રવિવાર તા.૧૫/૧૧/૨૦૨૬ ના રોજ અરજણભાઈ છગનભાઈ, પાંચાભાઈ મંછાભાઈ, ભારૂભાઈ કેશાભાઈના મુખ્ય મહેમાનપદે યોજાનાર ૨૮૫ વિધાર્થીઓનો સન્માન સમારોહ અંતર્ગત પત્રિકા વિતરણ તેમજ વિવિધ સમિતિઓના આયોજન માટે આજરોજ તા.૦૧/૧૧/૨૦૨૬ને રવિવારના રોજ બપોરે મિટિંગ મળી હતી.સમિતિના કન્વીનર રમેશભાઈએ શાબ્દિક શબ્દો દ્વારા ૨૦ મા વિધાર્થી સન્માન સમારોહના સંપૂર્ણ ખર્ચના દાતા સ્વ. બીજલબાપા થરેચા પરિવારના સર્વે ભાઈઓ સ્વ મંછાભાઈ બીજલભાઈ,સ્વ. છગનભાઈ બીજલભાઈ, સ્વ.કેશાભાઈ બીજલભાઈ પરિવાર થરા સહીત યુવક મંડળ અને સમાજના કારોબારી સભ્યોને આવકાર્યા હતા.સન્માન સમારોહને સફળ બનાવવા પરગણાના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિના માર્ગદર્શન મુજબ યુવક મંડળ છેલ્લા એક માસથી મહેનત કરતા સંયોજક મિત્રોની મહેનતને બિરદાવી હતી અને પ્રસંગ ભવ્યા તિભવ્ય રીતે ઉજવાય તે માટે સહકાર આપવા દરેકને અનુરોધ કર્યો હતો.આગામી કાર્યક્રમમા ખભેખભો મિલાવી સાથ સહકાર આપી કાર્યક્રમનેસફળ બનાવવા ચર્ચા વિચારણા ઓ કરવામાં આવી હતી. ત્યારે યુવક મંડળના સંયોજકો રસિકભાઈ રાજપુર,દિનેશભાઈ ધાનેરા, સુરેશભાઈ કુડવા, મહેશભાઈ નાથપુરા, રમેશભાઈ પાલડી,નગર પાલિકા કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ,ઘી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ ક્રેડિટ કો.-ઓ. સોસાયટીના પ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિ ફોરણા (નિવૃત ઈન્ડિયન આર્મી),સમસ્ત પ્રજાપતિ સમાજ (ગુજરાત) બનાસકાંઠા ના મંત્રી રમેશભાઈ,માર્કેટયાર્ડ ના કર્મચારી અશોકભાઈ પ્રજાપતિ સહીત સમાજજનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો