નવસારીના સુરખાઈ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કૃષિ સામગ્રી કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

આદિજાતિ વિકાસ વિભાગ,તથા ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા અમલીકૃત અને પ્રયોજના વહીવટદારશ્રીની કચેરી, સંકલિત આદિજાતિ વિકાસ યોજના, વાંસદા તેમજ સહભાગીદાર જીએસએફસી એગ્રોટેકના સંયુક્ત ઉપક્રમે ‘કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ ૨૦૨૬-૨૭’ અંતર્ગત ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે કૃષિ સામગ્રી કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

            આ અવસરે આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે ૨૭૦૦ જેટલા આદિજાતિ ખેડૂતોને રાહતદરે અપાતી કૃષિ સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

            મંત્રી શ્રી નરેશભાઈએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સરકાર આદિજાતિ પંથકના ખેડૂતોના સર્વાંગી વિકાસ અને તેમની ખેતીને વધુ નફાકારક બનાવવા માટે સતત પ્રયાસરત છે. તેમણે ખેડૂતોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી તથા આદિજાતિ ઉત્થાનની યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

                આ યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતોને ૧ એકર જમીન દીઠ રાહતદરે કૃષિ સામગ્રી કીટ આપવામાં આવી રહી છે, જેમાં ૫૦ કિલો એમોનિયમ સલ્ફેટ, ૫૦ કિલો પ્રોમ, ૧ લીટર એનપીકે કોન્સોર્ટિયા અને સુધારેલ શાકભાજી બિયારણનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે લાભાર્થી  માટે માત્ર નજીવા કરાવવામાં આવ્યા હતા.

           આ અવસરે જિલ્લા પંચાયતના  પ્રમુખશ્રી સુશ્રી નિરાલીબેન નાયક, ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી રશ્મિકાબેન પટેલ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો