વિજાપુર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ બગીચાના નામકરણ માટે ફેરવેલ સરક્યુલર ઠરાવ માં કોંગ્રેસના ચાર સભ્યોનો વિરોધ

વોર્ડ નં. ૪, ૫ અને ૬ના વિકાસથી વંચિત વિસ્તારોમાં પેવર બ્લોક અને આર.સી.સી. રોડ બનાવવા કોંગ્રેસના કાઉન્સિલર તનજીલઅલી સૈયદની રજૂઆત
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકાની સામાન્ય સભા ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટની હાજરી માં પ્રમુખ કામિની બેન પટેલ ની ઉપસ્થિતિમાં શુક્રવારે નગરપાલિકા સભાખંડમાં યોજાઈ હતી. જેમાં એજન્ડા પરના વિવિધ કામો અંગે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યા હતા. બેઠકમાં ૨૮ સભ્યો પૈકી ભાજપના 24 સભ્યો અને કોંગ્રેસના 4 સભ્યો સહિત 28 સભ્યો દ્વારા એજન્ડામાં રજૂ કરાયેલા કામોને બહાલી આપવામાં આવી હતી. જ્યારે અગાઉ તા. ૨૨ જૂનના રોજ કરવામાં આવેલા સરક્યુલર ઠરાવમાં બગીચાના નામકરણના મુદ્દે વિપક્ષ કોંગ્રેસના ચાર સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો.
સભામાં સરક્યુલર ઠરાવને બહાલી, ગત સામાન્ય સભાની કાર્યવાહીનું વંચાણ, કારોબારી સમિતિના ઠરાવોને બહાલી, વિવિધ ગ્રાન્ટમાંથી વિકાસકામોનું આયોજન, ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીને બહાલી તેમજ ટેન્ડર મંજૂર કરવા સહિતના મુદ્દાઓ એજન્ડામાં સામેલ કરવામાં આવ્યા હતા.
દરમિયાન વિપક્ષ કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ તનજીલઅલી સૈયદે વોર્ડ નં. ૪, ૫ અને ૬ના વિસ્તારોમાં વર્ષોથી વિકાસથી વંચિત વિસ્તારોમાં પેવર બ્લોક તથા આર.સી.સી. રોડનાં કામો હાથ ધરવા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી.તેમજ વિજાપુર સોડા ફેક્ટરીથી ચક્કર સુધી, ચક્કરથી દોશીવાડા રોડ સુધી, ગરીબ નવાઝ સોસાયટી, અભુજીનગર તથા મસ્જિદે અકસા પાસે સિંધિ સમાજનાં છાપરાં નજીક આર.સી.સી. રોડ બનાવવાની માંગ કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવાયું હતું કે આ વિસ્તારોમાં રસ્તાની સુવિધાના અભાવે સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને વરસાદી સમયમાં રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે ગંદકીની સમસ્યા સર્જાય છે










