ચાઈનીઝ કોડિયાના વધતા વેચાણ વચ્ચે સ્વદેશી કોડિયા બનાવતા પ્રજાપતિ કારીગરોની રોજગારી પર સંકટ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પ્રજાપતિ સમાજ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે તળાવની માટીમાંથી હાથ વડે સ્વદેશી કોડિયા બનાવવામાં આવે છે. આ પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો દ્વારા ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ કોડિયા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. તળાવની માટીમાંથી હાથ વડે કોડિયા તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને એક દિવસ સુધી તડકામાં સુકવવામાં આવે છે, જેથી કોડિયા ઉપયોગ માટે તૈયાર થઈ શકે. દિવાળીના પર્વ દરમિયાન આ હાથથી બનાવેલા માટીના કોડિયાની વિશેષ માંગ રહેતી હોય છે, પરંતુ હાલ બજારમાં ચીનથી આવતા મશીન દ્વારા બનાવવામાં આવેલા કોડિયાના વેચાણમાં વધારો થતાં પરંપરાગત રીતે કોડિયા બનાવતા કારીગરોની રોજગારી પર અસર જોવા મળી રહી છે. ચાઈનીઝ કોડિયાની વધતી માંગના કારણે સ્વદેશી કોડિયાની માંગ ઘટી રહી છે અને વર્ષોથી માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રજાપતિ સમાજના પરિવારો સામે રોજીરોટીનું સંકટ ઊભું થયું છે. એક તરફ સરકાર દ્વારા વારંવાર ‘સ્વદેશી અપનાવો અને લોકલ ફોર વોકલ’નું આહવાન કરવામાં આવે છે, ત્યારે પ્રજાપતિ સમાજના કારીગરો લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ ચાઈનીઝ કોડિયાના બદલે તળાવની માટીમાંથી પરંપરાગત રીતે હાથ વડે બનાવવામાં આવતા સ્વદેશી માટીના કોડિયાની ખરીદી કરે, જેથી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે અને માટલાં સહિત માટીમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવતા કારીગર પરિવારોની પરંપરાગત કળા તથા રોજગારી જળવાઈ રહે.

રિપોર્ટર તોસીફ ખત્રી

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો