દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનના અધિકારીઓ તથા કર્મયોગીઓએ પ્રામાણિકતા અને સતર્કતાના શપથ ગ્રહણ કર્યા

જામનગર
(નયના દવે દ્વારા)
દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓ તથા કર્મયોગીઓએ સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ ઉજવણી અંતર્ગત દેશના આર્થિક, રાજકીય અને સામાજિક વિકાસમાં ભ્રષ્ટાચારમુક્ત વાતાવરણ નિર્માણ કરવા માટે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ દ્વારા દેશ અને સમાજ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરતા ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સક્રિય સહયોગ આપવાનો સંકલ્પ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે જનજાગૃતિ લાવવા રાજ્ય સરકાર દ્વારા ગત તા.૩૧-૧૦-૨૦૨૬ થી આગામી તા.૦૬-૧૧-૨૦૨૬ દરમિયાન Vigilance Awareness Week-સતર્કતા જાગૃતિ સપ્તાહ ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી રહી છે.











