ગુજરાત સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂપિયા ૬૯૦૮ નું એડહોક બોનસ જાહેર કર્યું 

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

ખુશ ખબર… ખુશ ખબર…ખુશ ખબર…

 

ગુજરાત સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂપિયા ૬૯૦૮ નું એડહોક બોનસ જાહેર કર્યું 

 

મુંદરા,તા.૩ નવેમ્બર ૨૦૨૬:

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓના હિતમાં એક મોટો અને ખુશીના સમાચાર આપતો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ઠરાવ ક્રમાંક: બનસ-૧૦૨૦૧૩/જીઓઆઇજી/૧૦/ચ, તા. ૦૨/૧૧/૨૦૨૫ અનુસાર, સાતમાં, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-૪ ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓ માટે વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના હિસાબી વર્ષ માટે ૩૦ (ત્રીસ) દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્ય વિશેષતાઓ:

 * બોનસની મર્યાદા અને રકમ: આ એડહોક બોનસ મહત્તમ રૂા. ૭,૦૦૦/- ની મર્યાદામાં રહેશે, જેની ગણતરી અનુસાર પાત્રતા ધરાવતા કર્મચારીઓને રૂપિયા ૬,૯૦૮/- (પૂરા રૂપિયા છ હજાર નૌસો આઠ) એડહોક બોનસ તરીકે ચૂકવવામાં આવશે.

 * પાત્રતાની શરતો: જે કર્મચારીઓ તા. ૩૧/૩/૨૦૨૫ ના રોજ નોકરીમાં ચાલુ હોય અને ૨૦૨૫-૨૦૨૬ ના વર્ષ દરમિયાન ઓછામાં ઓછી ૬ (છ) મહિનાની સળંગ નોકરી કરી હોય તેવા કર્મચારીઓ આ બોનસ મેળવવા માટે પાત્ર બનશે.

 * કોને લાભ મળશે? રાજ્ય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓ ઉપરાંત પંચાયતના કર્મચારીઓ અને નિયમ અનુસાર શરતોને આધીન બોર્ડ-નિગમો તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓના વર્ગ-૪ ના કર્મચારીઓને પણ આ બોનસનો લાભ મળવાપાત્ર થશે.

સરકારના આ સરાહનીય નિર્ણયથી રાજ્યના વર્ગ-૪ ના કર્મચારીઓમાં દિવાળી કે તહેવારોની મોસમમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ ગઈ છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો