ભુજમાં ‘માય ભારત’ અંતર્ગત “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” વિષય પર જિલ્લાકક્ષાની યુવા સંસદ યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૪ નવેમ્બર : વિકસિત ભારતના નિર્માણ અને “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”ના સંકલ્પ સાથે ભુજમાં યુથ પાર્લામેન્ટનું થયું આયોજન.

‘માય ભારત’ (MY Bharat) અંતર્ગત ભુજ ખાતે “વિકસિત ભારત”ના વિઝન અને ખાસ કરીને “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” વિષય પર જિલ્લા કક્ષાની યુવા સંસદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થી નેતાઓ અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દેશના વિકાસ તેમજ ચૂંટણી સુધારાઓ પર ગહન વિચાર-વિમર્શ કર્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ‘માય ભારત’ના જિલ્લા યુવા અધિકારી અમિત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ઉપસ્થિત તમામ અતિથિઓ અને યુવાનોનું સ્વાગત કર્યું હતું. સાથે જ, વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને ‘વિકસિત ભારત’ બનાવવામાં યુવા નેતૃત્વની ભૂમિકા અને “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” જેવા નિર્ણાયક સુધારાઓ અંગે યુવાનોમાં જાગૃતિ લાવવા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ કાર્યક્રમ સંગઠનના અગ્રણી હિતેશભાઈ ખંડોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” થકી દેશના નાણાકીય અને વહીવટી સંસાધનોની બચત થશે અને વિકાસની ગતિ વધુ ઝડપી બનશે. આ ઉપરાંત, તેમણે યુવાનોને રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવા અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવા માટે આહ્વાન કર્યું હતું.આ પ્રસંગે ભુજ જિલ્લા યુવા વિકાસ અધિકારી દિવ્યાંશી ગઢવી,અશરફ નથવાણી તેમજ દાનવીર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના માર્ગદર્શન અને સુવિચારો થકી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન જિલ્લાના યુવા સ્પર્ધકોએ સંસદીય શૈલીમાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”ના ફાયદા, દેશના આર્થિક વિકાસ પર તેની સકારાત્મક અસર, સુશાસન અને યુવા સશક્તિકરણ જેવા વિષયો પર પોતાના તર્કબદ્ધ અને પ્રભાવશાળી વિચારો રજૂ કર્યા હતા. ઉપસ્થિત અતિથિઓએ યુવાનોના ઉત્કૃષ્ટ વૈચારિક સ્તર, નેતૃત્વ ક્ષમતા અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવનાના મુક્તકંઠે વખાણ કર્યા હતા.યુવા સંસદના અંતે તમામ સહભાગીઓએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપવા સંકલ્પ લીધા હતા તેમ મેરા યુવા ભારત જિલ્લા કેન્દ્ર ભુજના જિલ્લા યુવા અધિકારી અમિત શર્મા દ્વારા જણાવાયું છે.

61
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો