મોરબી: સૌરાષ્ટ્ર ઝોનને કેપિટલ સિટી અને ‘ગિફ્ટ સિટી-2’ બનાવવા રજૂઆત કરવામાં આવી.

મોરબી: સૌરાષ્ટ્ર ઝોનને કેપિટલ સિટી અને ‘ગિફ્ટ સિટી-2’ બનાવવા અંગે મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા રજૂઆત

મોરબી:

સરકારી ધારા-ધોરણો અંતર્ગત ગુજરાત સૌરાષ્ટ્રવાસીઓને સર્વિસિંગ, એગ્રિકલ્ચર અને ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં વધુ રોજગાર સુનિશ્ચિત કરવા તેમજ આર્થિક અને સામાજિક ગતિશીલતાનો વિકાસ કરવા માટે મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજય ઝાલરિયા દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ પદાધિકારીઓ તથા અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, વાઇબ્રન્ટ ગુજરાત અને આત્મનિર્ભર ભારતની વિઝન અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છના નાગરિકો માટે વર્લ્ડ ક્લાસ પબ્લિક બિઝનેસ ફોરમ તથા પ્રાથમિક ક્ષેત્રોમાં રોજગારીની તકો વધુ વેગવંતી બને તે માટે માંગ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઝોનની કેપિટલ સિટી એટલે કે રાજકોટમાં ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્શિયલ ટ્રેડ હબ તથા ગુજરાત સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ ખાતે ‘ગિફ્ટ સિટી-2’ વિકસાવવામાં આવે તેવી જાહેર લોકહિતની માંગણી કરવામાં આવી છે.

આ સંદર્ભે મોરબી જિલ્લા સેવા સદન ખાતે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એન્ડ કલેક્ટર સાહેબ તેમજ રાજકોટ લોકસભા સાંસદ સભ્ય, માનનીય મુખ્યમંત્રી અને માનનીય વડાપ્રધાનશ્રીને પ્રતિલિપિ મોકલીને યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર અરજ કરવામાં આવી છે.

61
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો