આણંદના ગોપાલપુરા અને હાડગુડ ગામે યોજાયો મહિલા સશક્તિકરણ અને સાયબર સુરક્ષા અંગેનો જાગૃતિ કાર્યક્રમ*

આણંદના ગોપાલપુરા અને હાડગુડ ગામે યોજાયો મહિલા સશક્તિકરણ અને સાયબર સુરક્ષા અંગેનો જાગૃતિ કાર્યક્રમ*

04/11/2026 – આણંદ -:આણંદ જિલ્લામાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન, વાસદ પોલીસ સ્ટેશન અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકના સંયુક્ત ઉપક્રમે ગોપાલપુરા અને હાડગુડ ગામે મહિલા સશક્તિકરણ અને સાયબર સુરક્ષા વિષય અન્વ્યે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન સાયબર સુરક્ષા અને ઓનલાઇન છેતરપિંડી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તકે ઓનલાઇન ફ્રોડથી સાવધાન રહેવા અને ક્યારેય પણ પોતાનો OTP (વન ટાઈમ પાસવર્ડ) કે અન્ય કોઈ ગોપનીય માહિતી કોઈની સાથે શેર ન કરવા તેમજ સાયબર ક્રાઈમ સંબંધી મુશ્કેલી જણાય તો તાત્કાલિક હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર સંપર્ક કરવા સમજણ અપાઈ હતી.

આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ, મહિલાઓની સુરક્ષા અને તેમના કાનૂની અધિકારો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવી શકે તે માટે ‘અભયમ’ હેલ્પલાઈન નંબર ૧૮૧ ની ઉપયોગિતા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

“જાગૃત બનો, સુરક્ષિત રહો!” ના સૂત્ર સાથે યોજાયેલા આ લોકઉપયોગી કાર્યક્રમમાં પોલીસ અને બેંક અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા અનુરોધ કરાયો હતો. ગુજરાત પોલીસના “સેવા, સુરક્ષા અને શાંતિ” ના ધ્યેયને સાર્થક કરતા આ જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો