MORBI:સ્વદેશી મેળાનો આજે છેલ્લો દિવસ – દિવાળીની ખરીદી માટે નાગરિકોને મેળાની મુલાકાત લેવા અનુરોધ

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુઓના પ્રચાર-પ્રસાર અને સ્થાનિક વેપારીઓ તથા કારીગરોને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત સ્વદેશી મેળાનો આજે અંતિમ દિવસ છે.

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, ઘરવપરાશની વસ્તુઓ, દિવાળીની સજાવટની સામગ્રી, હસ્તકલા તથા વિવિધ આકર્ષક વસ્તુઓના સ્ટોલ ઉપલબ્ધ છે. નાગરિકો દિવાળીની ખરીદી સ્વદેશી વસ્તુઓ દ્વારા કરી સ્થાનિક વેપારીઓ અને કારીગરોને પ્રોત્સાહન આપી શકે છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના તમામ નાગરિકોને સ્વદેશી મેળાના અંતિમ દિવસે પરિવાર સાથે મેળાની મુલાકાત લેવા તથા દિવાળીની ખરીદી કરીને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા હાર્દિક અપીલ કરવામાં આવે છે.આવો, સ્વદેશી અપનાવીએ, સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપીએ અને દિવાળીના પર્વને સ્વદેશી રંગોથી ઉજવીએ સ્થળ રત્નકલા ગ્રાઉન્ડ, શનાળા રોડ, મોરબી
આયોજક:મોરબી મહાનગરપાલિકા












