MORBI:મોરબી મહાનગરપાલિકા ખાસ સામાન્ય સભા યોજાઈ


મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ઘન કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન માટે ‘ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026’ અંતર્ગત મોડેલ બાયલોઝને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નવા કાયદા હેઠળ “પ્રદુષણ કરનાર દ્વારા ખર્ચની જવાબદારી” (Polluter Pays Principle) ના સિદ્ધાંતને અમલમાં મૂકવામાં આવશે, જેનાથી શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી શકાશે.
વાંધા-સૂચનો મંગાવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવીને આ નિયમોનો કડક અમલ કરવામાં આવશે તેવું મેયરે જાહેર કર્યું છે.ઘરમાંથી નીકળતા કચરાથી લઈને ઔદ્યોગિક કચરાના નિકાલ સુધીના દરેક તબક્કે નાગરિકો અને સંસ્થાઓ પાસેથી મિલકતના પ્રકાર મુજબ માસિક યુઝર ચાર્જ વસૂલવામાં આવશે:ઝૂંપડપટ્ટી વિસ્તારના મકાનો₹૨૦ સામાન્ય રહેણાંક મકાનો₹૬૦ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓ₹૧૦૦દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ₹૧૫૦ હોટલ, રેસ્ટોરન્ટ અને હોસ્પિટલો₹૧,૦૦૦ બલ્ક વેસ્ટ જનરેટર્સ (BWG)₹૧,૫૦٠કચરાનું ચાર વિભાગમાં કડક વર્ગીકરણ મહાનગરપાલિકા દ્વારા કચરાને મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે:ભીનો/જૈવવિઘટનશીલ કચરો: રસોડાનો તથા લીલો કચરો.સૂકો/અજૈવવિઘટનશીલ કચરો: કાગળ, પ્લાસ્ટિક અને કાચ જેવી વસ્તુઓ.સેનિટરી કચરો: વપરાયેલ ડાયપર અને સેનિટરી નેપકિન.વિશેષ કાળજીનો કચરો: બેટરી, સિરીંજ અને દવાઓ. નિયમભંગ બદલ આકરા દંડની જોગવાઈઓ કચરાનું અયોગ્ય વર્ગીકરણ:રહેણાંક મિલકત: પ્રથમ વખત ₹૨૫૦ અને પુનરાવર્તિત ગુના પર ₹૧,૦૦૦ સુધીનો દંડ.મોટી વ્યાપારી મિલકતો: ₹૩,૭૫૦ સુધીનો દંડ.જાહેરમાં ગંદકી: વાહનમાંથી કે જાહેર રસ્તા પર થૂંકવા કે કચરો ફેંકવા બદલ ₹૨૫૦ થી ₹૧,૦૦૦ સુધીનો દંડ.જળાશયોમાં કચરો નાખવો: જાહેર જળાશયો કે નદીઓમાં કચરો નાખવા પર રહેણાંક મિલકતને ₹૨,૦૦૦ અને બલ્ક વેસ્ટ જનરેટર્સને ₹૨૦,૦૦૦ સુધીનો દંડ.

બલ્ક વેસ્ટ જનરેટર્સ (BWG – ૨૦,૦૦૦ ચો.મી.થી વધુ એરિયા અથવા ૧૦૦ કિલોથી વધુ કચરો): જો તેઓ સ્થળ પર ભીના કચરાનું પ્રોસેસિંગ ન કરે અને પાલિકાના પ્રવાહમાં નાખે તો વ્યાપારી સંસ્થાઓને ₹૧,૦૦,૦૦૦ (એક લાખ) સુધીનો અધધ દંડ ફટકારવામાં આવશે.જાહેર કાર્યક્રમોમાં સફાઈ: મેરેજ હોલ કે પાર્ટી પ્લોટ જેવા સ્થળોએ ૨૪ કલાકમાં કચરો એકત્રિત ન કરવા પર ₹૧૦,૦૦૦, પુરતી કચરાપેટી ન રાખવા પર ₹૫,૦०० અને જાહેર સ્થળે કચરો ફેંકવા પર સીધો ₹૨૦,૦૦૦ દંડ વસૂલાશે.

સફાઈ કોન્ટ્રાક્ટરોની બેદરકારી: અલગ કરેલો કચરો ભેગો કરી દેનાર કોન્ટ્રાક્ટરને પ્રતિ ટન ₹૧,૦૦૦ થી ₹૧,૫૦૦ દંડ થશે. તેમજ વાહન બગડ્યાના ૨ કલાકમાં વૈકલ્પિક વ્યવસ્થા ન થાય તો પ્રતિ વાહન દૈનિક ₹૨,૦૦૦ પેનલ્ટી લાગશે.












