વાંસદામાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ : આગોતરા આયોજન બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

વાંસદા નગરમાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવાના ભાગરૂપે જલારામ બાપાના મંદિરે આગોતરા આયોજન બેઠક યોજાઈ હતી. જેમાં આગામી તા. ૧૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. સાથે જ ઉજવણીને સફળ બનાવવા માટે વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જલારામ મંદિરના પ્રમુખશ્ નટુકાકા, મંત્રી ભૂપેનભાઈ, મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, નગરના સરપંચ ગુલાબભાઈ, મુકુંદભાઈ વિરલભાઈ રાકેશભાઈ, પદ્યુમનભાઈ મુકેશભાઈ શર્મા ભરતભાઈ ચાવડાકાકા, મયુરભાઈ સહિત નગરના અગ્રણીઓ અને નગરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન જલારામ જયંતીની ઉજવણીને યાદગાર અને ભવ્ય બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો તથા દાતાશ્રીઓએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાનની નોંધણી કરાવી ઉજવણીમાં સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી. સૌના સહયોગથી જન્મજયંતી મહોત્સવને ભવ્ય રીતે ઉજવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકના અંતે મંદિરના મંત્રીશ્રી ભૂપેનભાઈ તમામ દાતાશ્રીઓ, ઉપસ્થિત મહાનુભાવો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ આગામી ૧૬ નવેમ્બરના રોજ યોજાનાર જલારામ જયંતી મહોત્સવમાં નગરજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ મેળવવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હત

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો