આહવા તાલુકા પંચાયતમાં વહીવટી અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપ! ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તપાસની માંગ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતમાં વહીવટી અનિયમિતતાઓ, ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આહવા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જિજ્ઞેશકુમાર જીતેન્દ્રભાઈ સોલંકી અને તાલુકા પંચાયત સભ્ય રાકેશભાઈ ભરતભાઈ પવાર દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં થતી ખરીદી, ટેન્ડર પ્રક્રિયા, સરકારી ગ્રાન્ટોના કામો, બિલ ચુકવણી અને વહીવટી કામગીરીમાં વ્યાપક અનિયમિતતાઓની શંકા વ્યક્ત કરી રાજ્યના ઉચ્ચ અધિકારીઓને ગંભીર લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે વિકાસ કમિશનર, સચિવ (પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ), મુખ્ય તકેદારી કમિશનર, એસીબી (ACB), જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવી સત્વરે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, જીએમ (GeM) પોર્ટલ મારફત થતી ખરીદી અને બિડની શરતો ચોક્કસ એજન્સીઓને અનુકૂળ આવે તે રીતે તૈયાર કરવામાં આવતી હોવાની પ્રબળ આશંકા છે.બિડ પ્રક્રિયા દરમિયાન બાહ્ય વ્યક્તિઓની દખલગીરી, જીએમ બાયર (GeM Buyer) ના લોગિનનો દુરુપયોગ તથા ટેકનિકલ અને નાણાકીય બિડના મૂલ્યાંકનમાં મનમાની થતી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત, તાલુકા પંચાયતના વિવિધ સરકારી કામો, ગ્રાન્ટોની ફાળવણી અને એજન્સીઓના બિલોની ચુકવણીમાં ટકાવારી કે કમિશનની માંગણી થતી હોવાની ગંભીર ફરિયાદો પણ મળી છે, જેમાં ખાસ કરીને મહેકમ અને બાંધકામ શાખાના સંચાલન સામે ગંભીર સવાલો ઉઠવામાં આવ્યા છે.   વધુમાં, નિયમ અનુસાર જરૂરી વહીવટી મંજૂરી, ટેકનિકલ મંજૂરી કે વર્ક ઓર્ડર મેળવ્યા વગર જ સ્થળ પર વિકાસ કામો શરૂ કરી દેવામાં આવતા હોવાની અને ત્યારબાદ દસ્તાવેજો તૈયાર કરી બિલો રજૂ થતા હોવાની અનિયમિતતાઓ સામે આવી છે. વર્તમાન તાલુકા વિકાસ અધિકારી (TDO) પિનાકીન આસોદીયાના કાર્યકાળ દરમિયાન TASP, ATVT, ૧૫મું નાણાપંચ, ધારાસભ્ય તેમજ સાંસદની ગ્રાન્ટ અને અન્ય વિકાસલક્ષી યોજનાઓ હેઠળ થયેલી સમગ્ર કામગીરીનું સ્વતંત્ર સ્પેશિયલ ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી છે.જનપ્રતિનિધિઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ ગંભીર બાબતો અંગે સક્ષમ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ શરૂ કરવામાં નહીં આવે, તો જાહેર નાણાંની પારદર્શિતા અને ન્યાયની માગણી સાથે જિલ્લા પંચાયત કચેરી (ડાંગ-આહવા) ખાતે ઉપવાસ આંદોલન તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડશે. જરૂર પડ્યે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવાના વિકલ્પો પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે..

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો