વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૫ નવેમ્બર : કચ્છના પવિત્ર આસ્થાધામ એવા માતાના મઢ ખાતે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સમાં ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. Nestlé India ના સહયોગથી યોજાયેલા આ એક દિવસીય Serve Safe Food (FoSTaC) Training Programme અંતર્ગત આશરે ૧૦૦ જેટલા સ્થાનિક સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને તાલીમ પૂરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમની વિશેષતાઓ અને વિતરણ: આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સમાં ખાદ્ય સુરક્ષા (Food Safety), સ્વચ્છતા, સફાઈ (Hygiene) તથા ખાદ્ય પદાર્થોના સુરક્ષિત હેન્ડલિંગ અંગે જાગૃતિ કેળવવાનો હતો, જેથી આવતા દર્શનાર્થીઓ અને ગ્રાહકોને સંપૂર્ણપણે સુરક્ષિત, સ્વચ્છ અને ગુણવત્તાસભર ખોરાક મળી રહે.તાલીમ પૂર્ણ કરનાર તમામ વેન્ડર્સને ઉત્સાહવર્ધન અને પ્રમાણીકરણ માટે સત્તાવાર પ્રમાણપત્ર (Certificates) એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, વેન્ડર્સ વ્યક્તિગત સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના ધોરણોનું પ્રત્યક્ષ પાલન કરી શકે તે માટે તેઓને ખાસ એપ્રોન, ગ્લોવ્સ અને સુરક્ષા કિટ (Kit) નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
ફૂડ સેફ્ટી વિભાગની સક્રિય સહભાગિતા:
આ મહત્વપૂર્ણ તાલીમ અભિયાનને સફળ બનાવવામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA), ભુજ-કચ્છના ફૂડ સેફ્ટી ઓફિસર એમ. એમ.પટેલ દ્વારા સક્રિય સહભાગિતા નોંધાવવામાં આવી હતી અને વેન્ડર્સને પ્રોત્સાહિત કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ એક દિવસીય તાલીમ, પ્રમાણપત્ર વિતરણ અને સેફ્ટી કિટ વિતરણ કાર્યક્રમ દ્વારા ખાદ્ય વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સના નિયમોથી અવગત કરાવીને જાહેર આરોગ્યની સુરક્ષા માટે એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે.









