કપરાડા બીઆરસી ખાતે ભવ્ય ‘દિવ્યાંગ બાળકો સંગ દિપોત્સવની ઉજવણી’ કાર્યક્રમ યોજાયો

ચંદ્રવદન બી મકવાણા

કપરાડા તાલુકાના બીઆરસી ખાતે બીઆરસી કપરાડા અને કુસુમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કપરાડા તાલુકામાં રહેતા અને બાલવાટીકાથી લઈને ધો. ૧૨ સુધીનો અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો અને વાલીઓ સાથે હર્ષોલ્લાસભેર ભવ્ય દિપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

‘દિવ્યાંગ બાળકો સંગ દિપોત્સવની ઉજવણી‘ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોમાં આનંદ અને ઉત્સાહનો સંચાર કરવા માટેકપરાડા તાલુકા વિકાસ અધિકારી એ. ઝેડ. પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, PM પોષણ, વલસાડ કલેક્ટર કચેરીનાઅધિકારી વિજયભાઈ પટેલ, જિલ્લા IED કોઓર્ડિનેટર અમિતભાઈ એ. રાવલ, કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીમનોજભાઈ ટંડેલ, કપરાડા BRC સંજયભાઈ બી. મકવાણા, કુસુમ ફાઉન્ડેશન વતી હિરનભાઈ પટેલ અને કેન્દ્ર શિક્ષક મહેશભાઈવિશેષ રૂપે હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તજજ્ઞ નરેશભાઈ રાઉત તેમજ ઉપસ્થિત સૌ અતિથિઓએ બાળકોનેમાર્ગદર્શન આપ્યું હતું. બાળકોએ ફટકડાં ફોડી અને કીટ મેળવી દિવાળીની ઉજવણી માણી હતી. ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓઅને અતિથિઓએ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરી શુભકામનાઓ પાઠવી હતી. તથા દરેક બાળકોને દિવાળી નિમિત્તે ફટાકડા, મિઠાઈ, ટિફિન ડબ્બા, શૈક્ષણિક વસ્તુઓની કીટ ભેટમાં આપી હતી. જેમાં સહભાગી થનાર કુસુમ ફાઉન્ડેશનન્ ફાઉન્ડર સ્નેહલભાઈ, કપરાડા ટીપીઈઓ મનોજભાઈ ટંડેલ, કપરાડા બી.આર.સી.કો.ઓ. સંજયભાઈ, સી.આર.સી.કો–ઓ. નિલોફરબેન, રેખાબેન, હેમાંગિનીબેન, પુનમબેન, કૌશિકભાઈ, ઓપરેટર નિધિબેન અને શિક્ષિકા બેન વૃંદાબેનના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાંઆવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કપરાડા તાલુકાના તમામ સ્પેશિયલ એજ્યુકેટર તથા બ્લોક સંટાફની સમગ્રટીમે ભારે જહમત ઉઠાવી ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હતું.

તાલુકાં કક્ષાએ આવા અન્ય માર્ગદર્શક કાર્યક્રમ પણ કરવામાં આવે છે. જેથી રિસોર્સ રૂમ પર આવતાં દિવ્યાંગ બાળકો અનેવાલીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે છે. જે થકી ૧૨ પાસ કરી વિદ્યાર્થીઓ આઈટીઆઈ કોપામાં, પીટીસીમાં અને કોલેજમાં પણઅભ્યાસ કરી શકે છે 

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો