તા.૫/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અભયમ ટીમ અને જનરક્ષક ટીમે જહેતમથી વૃદ્ધાના પરિવારની ભાળ મેળવી
Rajkot: રાજકોટમાં ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન અને ૧૧૨ જનરક્ષક ટીમની સતર્કતાને કારણે ૯૫ વર્ષીય માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે.

રાજકોટ શહેરમાં અઢી કલાકથી એક વૃદ્ધ મહિલા એકલા જ બેઠા હોવાની અને તે અસ્વસ્થ હોવાની જાણ નાગરિકે ૧૮૧ હેલ્પલાઈન પર કરી હતી. આ માહિતી મળતાં ૧૮૧અભયમ્ ટીમે ત્યાં જઈને વૃદ્ધાનું નામ અને સરનામું જાણવાના પ્રયાસો કર્યા, પરંતુ તેઓ માનસિક સ્થિતિ સારી ન હોવાને કારણે કંઈપણ સરખું બોલી શકતા ન હતા. ટીમે આજુબાજુના લોકોને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, આ વૃદ્ધા આસપાસના લોકોના દરવાજા ખખડાવતા હતા અને અસ્પષ્ટ વાતો કરતા હતા.
અભયમ્ ટીમે વૃદ્ધાને સાંત્વના આપીને આસપાસના વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક નાગરિકે વૃદ્ધાને ઓળખી કાઢ્યા અને તેમના પુત્રનું સરનામું તથા સંપર્ક નંબર આપ્યો. ટીમે તરત જ વૃદ્ધાના પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી. પુત્રે જણાવ્યું કે, વૃદ્ધાની માનસિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેઓ અવારનવાર ઘરમાં કોઈને કહ્યા વગર ક્યાંક નીકળી જાય છે.
આમ, ૧૧૨ જનરક્ષક અને ૧૮૧ અભયમ્ ટીમ દ્વારા વૃદ્ધાનું તેમના સ્વજનો સાથે હેમખેમ મિલન કરાવવામાં આવ્યું હતું.








