0%

ધનતેરસે વલસાડ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ધામધૂમથી ધન્વંતરી જયંતીની ઉજવણી કરાઈ

ચંદ્રવદન  બી મકવાણા

વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વલસાડના ગાયત્રી પરિવારના સહયોગથી વલસાડના તિથલ રોડ પર સ્થિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ધનવંતરી જયંતી ઉજવણી કરવામાં આવી હતી.  

ધનતેરસના પાવન પર્વ નિમિત્તે ધન્વંતરી જયંતીની ઉજવણીના મહત્વ અંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.ઉર્વી પટેલેભગવાન ધન્વંતરીની ઉત્પત્તિ કથાનું સુંદર વર્ણન કરતા જણાવ્યું કે, પુરાણ કથા અનુસાર, સમુદ્ર મંથન સમયે આસો વદ તેરસનાદિવસે ભગવાન વિષ્ણુના અંશ અવતાર તરીકે ભગવાન ધન્વંતરી પ્રગટ થયા હતા. તેમના એક હાથમાં અમૃત કળશ, બીજા હાથમાંશંખ, ત્રીજા હાથમાં ચક્ર અને ચોથા હાથમાં ઔષધિ હતી. તેઓ દેવતાઓના વૈદ્ય છે અને આયુર્વેદના પ્રવર્તક છે. તેમના પ્રાગટ્યથીદેવતાઓને અમરત્વ પ્રાપ્ત થયું અને પૃથ્વી પર આયુર્વેદના જ્ઞાનનો પ્રકાશ ફેલાયો હતો.

શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ધનવંતરીનું પૂજન કરવામાં આવ્યું હતું. મંત્રના જાપ સાથે ઔષધ પૂજનમાં આયુર્વેદનાગ્રંથો ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, વિવિધ ઔષધિઓ અને યંત્રોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી પરિવારના સહયોગથીસર્વના આરોગ્ય માટે ગાયત્રી મહાયજ્ઞમાં ૧૦૮ આહુતિ આપવામાં આવી હતી. યજ્ઞમાં ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, સૌનીસુખાકારી માટેના મંત્રો અને ધન્વંતરી મંત્રના જાપ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં તિથલ રોડ પર સ્થિત સરકારી આયુર્વેદ હોસ્પિટલના ઈ/ચા વૈદ્ય પંચકર્મ ડો.સુમિત પટેલ તથા જિલ્લાનાતમામ આયુર્વેદ, હોમિયોપેથી મેડિકલ ઓફિસરો, ફાર્માસિસ્ટ, સ્ટાફ અને સેવકગણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પંચકર્મહોસ્પિટલનો તમામ સ્ટાફ, યોગ ઇન્સ્ટ્રક્ટર તથા દર્દીઓ પણ હાજર રહ્યા હતા અને સૌએ ખૂબ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધોહતો. સૌને આયુર્વેદીય ઉકાળા અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો