0%

Rajkot: ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટેની GJ 03 CX સીરીઝનું રી-ઓક્શન ૧૪મી નવેમ્બરથી

તા.૭/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે

Rajkot: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટેની GJ 03 CX સીરીઝ તથા અગાઉની સીરીઝના બાકી રહેલા નંબરોનું રી-ઓક્શન તા. ૧૪/૧૧/૨૦૨૬ થી શરૂ થશે. આ સીરીઝમાં પસંદગીના (ગોલ્ડન-સિલ્વર) નંબર મેળવવા ઈચ્છુક વાહન માલિકો parivahan.gov.in/fancy વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી રી-ઓક્શનમાં ભાગ લઈ શકશે.

અરજદારે વેબસાઈટ પર જઈ ઓનલાઈન સર્વિસિસમાં ‘ફેન્સી નંબર બુકિંગ’ પર ક્લિક કરી પબ્લિક યુઝર દ્વારા આઈ.ડી. બનાવી C.N.A. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે.

ત્યારબાદ પસંદગીનો નંબર સિલેક્ટ કરી, દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરીને ઓનલાઈન બિડિંગમાં ભાગ લઈ શકાશે. હરાજીમાં નંબર મેળવ્યા બાદ પાંચ દિવસમાં બાકીની રકમ ભરીને આર.ટી.ઓ. કચેરીમાંથી મંજૂરી મેળવવાની રહેશે.

GJ 03 CX સીરીઝ તથા અગાઉની સિરીઝ માટે તા. ૧૪/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી તા. ૧૮/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે. જ્યારે ઓનલાઈન બિડિંગ પ્રક્રિયા તા. ૧૮/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૧ કલાકથી તા. ૨૦/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ચાલશે અને તેનું પરિણામ તા. ૨૦/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૧૫ કલાકે ઓનલાઈન જાહેર કરવામાં આવશે. વાહન વેચાણ તારીખથી ૭ દિવસની અંદર C.N.A. ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે અને સમય મર્યાદા બહારની અરજી માન્ય રાખવામાં આવશે નહીં તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો