0%

“વાવ્યું હોય તો ઊગે”- આખરે પાંચ મહિને કાલોલ GEB એ કામ પૂરું કર્યું:મોટી પીંગળી ગામમાં નવો વીજપોલ લાગતા ગ્રામજનોમાં ખુશી

તારીખ ૦૮/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના મોટી પીંગળી ગામના વણકર ફળિયામાં શંકરભાઈ ડાહ્યાભાઈના મકાન પાસે નવો વીજપોલ નાખવાની કામગીરી આખરે પૂર્ણ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગામના રહીશો દ્વારા વીજ સમસ્યાને લઈને તા. 10-06-2026 ના રોજ કાલોલ GEB માં લેખિત અરજી આપવામાં આવી હતી. લગભગ 5 મહિના બાદ આજરોજ GEB ની ટીમ દ્વારા નવીન વીજપોલનો થાંભલો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સ્થાનિકોમાં ચર્ચા છે કે કાલોલ GEB ની કામગીરી કાચબાની ચાલે ભલે ચાલે છે, પણ આખરે કામ થાય છે ખરું, એ પણ વિચાર માંગી લે તેવી વાત છે. લાંબા સમયથી લટકતું કામ પૂર્ણ થતા વણકર ફળિયાના લોકોમાં ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે અને હવે વીજ પ્રવાહમાં સ્થિરતા રહેશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. જ્યાં ગ્રામજનોએ GEB વિભાગનો આભાર માન્યો હતો.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો