તા.૦૮.૧૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ટાઇગર માર્શલ આર્ટ એકેડમી દ્વારા ગરીબ બાળકો સાથે દિવાળીની અનોખી ઉજવણી: મીઠાઈ, કપડાં અને ફટાકડાનું વિતરણ કરાયું
‘દાહોદ શહેરમાં જાણીતા
ટાઇગર માર્શલ આર્ટ એકેડમી’ દ્વારા આ વર્ષે દિવાળીના પાવન પર્વની એક અનોખી અને યાદગાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. એકેડમી દ્વારા સમાજના વંચિત અને જરૂરિયાતમંદ ગરીબ બાળકોના જીવનમાં ખુશીઓનો પ્રકાસ પથરાય તેવા હેતુથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણી દરમિયાન એકેડમીના પદાધિકારીઓ અને સભ્યો દ્વારા ગરીબ બાળકોને નવી મીઠાઈઓ, નવા કપડાં તેમજ ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તહેવારના દિવસે નવા કપડાં અને ફટાકડા મેળવીને બાળકોના ચહેરા પર અદભુત ખુશી અને રોશની જોવા મળી હતી.એકેડમીના સંચાલકોએ જણાવ્યું હતું કે, “દિવાળી એ માત્ર પોતાના પરિવાર સાથે ઉજવવાનો તહેવાર નથી, પરંતુ સમાજના જરૂરિયાતમંદ લોકોના જીવનમાં અંધકાર દૂર કરી ખુશીઓ લાવવાનો તહેવાર છે. માર્શલ આર્ટ્સ આપણને માત્ર આત્મરક્ષણ જ નહીં, પરંતુ સમાજ પ્રત્યે સંવેદનશીલ બનીને મદદરૂપ થવાની પણ શિખ આપે છે.”આ અનોખા સામાજિક કાર્યક્રમ બદલ સ્થાનિક રહીશોઅને વાલીઓ દ્વારા દાહોદ ટાઇગર માર્શલ આર્ટ એકેડમીના આ સરાહનીય પ્રયાસની ભારે પ્રશંસા કરવામાં આવી હતી.









