MORBI:મોરબીના પીઠડ ગામના યુવાને મેડિકલ ગેસ્ટ્રોલોજીની પદવી પ્રાપ્ત કરતા ચોમેરથી શુભેચ્છા

પીઠડ ગામના તબીબ ડો.અંકિત કાસુંદ્રા બન્યા મેડિકલ ગેસ્ટ્રોલોજી

પીઠડ,આજના યુવાનોમાં આવડત,બુદ્ધિ ચાતુર્ય, કૌશલ્ય ઠાંસી ઠાંસીને ભરેલું છે, આ યુવાનો પોતાની કારકિર્દી ઘડવા રાત દિવસ જોયા વગર અથાગ પરિશ્રમ કરીને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે છે કેટલાક યુવાનો રમત ગમતમાં, તો કેટલાક યુવાનો સરકારી વિભાગોમાં કલાસ:- 1 કે 2 માં સફળતા પ્રાપ્ત કરે છે તો કેટલાક યુવાનો મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી આજના સમયની જરૂરિયાત મુજબ દર્દીઓની સેવા-સુસુશ્રા કરવા માટે સ્પેશિયલ સુપર સ્પેશિયલ પદવી પ્રાપ્ત કરે છે, એ અન્વયે પીઠડ ગામના પનોતા પુત્ર ડૉ. અંકિત બેચરભાઈ કાસુંદ્રાએ મેડીકલ ગેસ્ટ્રોલોજીની પદવી પ્રાપ્ત કરેલ હોય એમના પરિવારજનો મિત્રો તરફથી અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન અપાઈ રહ્યા છે.














