થરા ખાતે ઠક્કર પરિવાર દ્વારા ૮૮૦ કન્યા પૂજન અને ૩૩૦ બટુકો પૂજન કર્યું..

ઓગડ તાલુકા મુખ્ય મથક થરા માર્કેટયાર્ડ ખાતે સાતમી નવેમ્બર ૨૦૨૬ ને રવિવાર દિવાળીના પાવન અવસરે ૮૮૦ કન્યા પૂજન અને ૩૩૦ બટુકો પૂજન કર્યું.
થરા ગામની પાવન ધરતી ના અનંત ઉપકારોનું સ્મરણ કરી આત્મીયજનો પ્રતિ કૃતજ્ઞતા ભાવ સ્વરૂપ જગત ના આભૂષણ સમી શક્તિ સ્વરૂપા દીકરીઓનું પૂજન અને પ્રસાદ સાથે દર્શન અને નવલા વર્ષની પૂર્વ સંધ્યાયએ ખુશીઓની વહેંચણી અને આનંદની ઉજવણી એ “જનની અને જન્મભૂમિ” અને આત્મીય વડીલોના અનંત ઉપકારો માટે કૃતજ્ઞતા પુષ્પ અર્પણ કરવા થરા માર્કેટ યાર્ડ ખાતે એક સેવાભાવી ઠક્કર પરિવાર દ્વારા આજે ૮૮૦ કન્યાઓનું અને ૩૩૦ બટુક પૂજન શાસ્ત્રી રાઘવેન્દ્ર જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે નિવૃત પ્રિન્સિપાલ ડોક્ટર હેમરાજભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,પૂર્વ પ્રમુખ ભારતીબેન ઠક્કર, માર્કેટ યાર્ડ થરાના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી, તાણા પૂર્વસરપંચ ગીરીશભાઈ પટેલ, ગણપતગીરી ગૌસ્વામી, થરા શહેર ભાજપ પૂર્વપ્રમુખ કનુભાઈ ઠક્કર, ઘીખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વેપારી એસોસિએશન થરાના પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર,ઉપ-પ્રમુખ ભાવેશભાઈ ચૌધરી, સુરેશભાઈ જોષી,મંત્રી અનિલભાઈ ઠક્કર, દિલીપભાઈ ઠક્કર,ઓગડ વિદ્યામંદિરના શિક્ષક અશોકભાઈ પઢીયારની હાજરીમા સ્ટીલના ડબ્બા મા ઈમિટેશન જ્વેલરી સેટ, હાથ રૂમાલ,બ્રેસલેટ,નેઈલ પોલિશ, લિપસ્ટિક,બોરીયું, બટર ફ્લાય,ચાંડલાનું પેકેટ, ડ્રાઈફ્રુટ પેકેટ પેક કરી કન્યાઓને અર્પણ કરી પૂજન કરી રોકડ દક્ષિણા જયારે બટુકોને સ્કૂલ બેગ, પેન્સિલનું બોક્ષ,ડ્રાઈફ્રુટ પેકેટ અને રોકડ દક્ષિણા આપેલ.સમૂહ આરતી ઉતારી ઠક્કર પરિવાર દ્વારા લગભગ ચાર હજારથી પણ વધુ લોકોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો. ત્યારે ગાંડાભાઈ પ્રજાપતિ, સોમાભાઈ પ્રજાપતિ કાકર, દેવાભાઈ પુરોહિત, લાલાભાઈ ભાટી,પરેશભાઈ ચૌધરી,જનકભાઈ ઠક્કર, દીપકભાઈ ઠક્કર,લાલાભાઈ ઠક્કર,પુનાભાઈ મકવાણા સહીત સેવાભાવીઓએ ખડેપગે રહી સેવા આપેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530










