WAKANER:શિવાલય શેલ્ટર હોમ, વાંકાનેર દ્વારા જરૂરિયાતમંદ પરિવારો સાથે દિવાળીની સ્નેહસભર ઉજવણી

વાંકાનેર સ્થિત શિવાલય શેલ્ટર હોમ, અનાથ, નિરાધાર તથા શારીરિક ક્ષતિગ્રસ્ત લોકોના આશ્રય, સંભાળ અને સેવા માટે કાર્યરત સંસ્થા છે. દિવાળીના પાવન પર્વ નિમિત્તે આશ્રમ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારો સાથે ખુશીઓ વહેંચવાના ઉમદા હેતુથી મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય પ્રવૃત્તિમાં સંસ્થાના ઉપપ્રમુખ રાજદીપ પરમાર જોડાયા હતા. તેમણે પરિવારો સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.દિવાળીની ખુશીઓ માત્ર પોતાના પરિવાર પૂરતી સીમિત ન રહે, પરંતુ સમાજના દરેક પરિવાર સુધી પહોંચે અને દરેકના જીવનમાં આનંદ તથા ખુશીનો પ્રકાશ ફેલાય તેવા માનવીય અભિગમ સાથે આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.શિવાલય શેલ્ટર હોમનો હેતુ માત્ર આશ્રય આપવાનો જ નહીં, પરંતુ માનવતા, સંવેદના અને સેવાભાવ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પણ છે.સેવા એ જ શ્રેષ્ઠ ઉપાસના.














