HALVAD:હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા ૯ ઈસમો રૂ. ૫૧,૭૦૦ની રોકડ સાથે ઝડપાયા

HALVAD:હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા ૯ ઈસમો રૂ. ૫૧,૭૦૦ની રોકડ સાથે ઝડપાયા

હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સફળ રેઇડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ૯ ઈસમોને રૂ. ૫૧,૭૦૦ના રોકડ મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ ટીમને ટીકર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જ સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન જુગાર રમતા ૯ શખ્સો પકડાઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓ – અનિલભાઈ ધીરજભાઈ ચૌહાણ (રહે. ટીકર રણ, તા. હળવદ)દિલીપભાઈ હરજીભાઈ ચૌહાણ (રહે. ટીકર રણ, તા. હળવદ)અશોકભાઈ સુખાભાઈ ચૌહાણ (રહે. ટીકર રણ, તા. હળવદ) ,કારૂભાઈ શિવાભાઈ ઝીંજવાડિયા (રહે. ટીકર રણ, તા. હળવદ ,ચંદ્રકાંત ધીરજભાઈ ચૌહાણ (રહે. ટીકર રણ, તા. હળવદ) ,રાજેશભાઈ હીરાભાઈ ચૌહાણ (રહે. ટીકર રણ, તા. હળવદ) ,યોગેશભાઈ અમરતભાઈ ચૌહાણ (રહે. ટીકર રણ, તા. હળવદ ,રીયાઝ વલીભાઈ હમીરકા (રહે. ટીકર રણ, તા. હળવદ),અજયભાઈ શૈલેષભાઈ સાંકલપરા (રહે. સુંદરગઢ, તા. હળવદ)

પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ રૂ. ૫૧,૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી તમામ ૯ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ધરી છે.

18
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો