સુશીયા ગામમાં દસાડા પોલીસનો દરોડો: 22 જુગારીઓ રૂ. 3.41 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

તા.06/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

 

કેનાલ પાસેના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: રૂ.1.41 લાખની રોકડ, 18 મોબાઈલ અને 4 બાઈક કબ્જે કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત દસાડા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. દસાડા તાલુકાના સુશીયા ગામની સીમમાં કેનાલ નજીક આવેલ એક મકાનના ખુલ્લા ફળિયામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા ૨૨ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે રોકડ, મોબાઈલ અને વાહનો મળી કુલ રૂ. ૩,૪૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે જુગારધામો નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા વિશેષ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. આ માર્ગદર્શન હેઠળ પાટડી ડિવિઝનના ડીવાયએસપી એન.કે. પટેલના નીરીક્ષણ હેઠળ અલગ-અલગ ટીમો બનાવી વિશિષ્ટ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું. દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી. આઈ. ખડીયા, એએસઆઈ માલાભાઈ કલોત્રા અને ભરતસિંહ પરમાર સહિતનો સ્ટાફ વિસ્તારમાં નાઇટમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ઝાલાને સચોટ અને ખાનગી બાતમી મળી હતી કે સુશીયા ગામની સીમમાં પાટીના માર્ગે કેનાલ પાસે આવેલા મોતીભાઈ કાનાભાઈ સનોરાના મકાનના ફળિયામાં કેટલાક ઇસમો ભેગા મળી ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર વિશિષ્ટ કોર્ડન કરી ત્રાટકતાં જુગાર રમતા ૨૨ ઇસમોમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે તમામ ૨૨ આરોપીઓને સ્થળ પરથી જ દબોચી લીધા હતા. ઝડપાયેલા ૨૨ આરોપી જેમાં મોતીભાઈ દાનુભાઈ સનુરા, અમરશીભાઈ કાનાભાઈ સનીયારા, લક્ષ્મણભાઈ મઘાભાઈ પરમાર, વિષ્ણુભાઈ દાનુભાઈ સનુરા, રાજુભાઈ વિરાભાઈ સનુરા, ધર્મેન્દ્રસિંહ ફુલસિંહ ઝાલા, દશરથભાઈ ઉર્ફે પબો દાનાભાઈ સનુરા, રમેશજી કનુજી વિરસુડીયા, રામસંગ ચતરસંગ સોલંકી, તેજાભાઈ લાલાભાઈ લેંચીયા, મેહુલભાઈ રસીકભાઈ સોલગામા, ચમનભાઈ વશરામભાઈ રામી, લાલાભાઈ બાબુભાઈ સનુરા, ભાવશંગભાઈ બાબુજી સોસેટીયા, પ્રકાશભાઈ તખાભાઈ સોસેટીયા, નટુભાઈ પ્રહલાદભાઈ સોસેટીયા, સુરજકુમાર જશુજી વાઘેલા, કુલદિપસિંહ પ્રવિણસિંહ વાઘેલા, ચુંડાભાઈ બાબુભાઈ ઠાકોર, રાહુલભાઈ જેરામભાઈ સોસેટીયા, કેતનકુમાર સુરેશભાઈ ઠાકોર, રાજુભાઈ સુખાભાઈ સોસેટીયા જેઓની પાસેથી રોકડ રૂ. ૧,૪૧,૦૦૦ મોબાઈલ ફોન ૧૮ નંગ કિ.રૂ. ૧,૨૦,૦૦૦ મોટરસાયકલ ૦૪ નંગ કિ.રૂ.૮૦,૦૦૦ મળીને કુલ રૂ.૩,૪૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે દસાડા પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કડક કામગીરીથી પંથકના જુગારીયાઓમાં ભારે ફાળ પડી છે.

12
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો