વિજાપુર એસ.ટી. ડેપોમાં સ્વચ્છતા સપ્તાહની ઉજવણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન યોજાયું

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત વિજાપુર એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં તથા ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડેપો પટાંગણમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
અભિયાન દરમિયાન ડેપો પરિસરના વિવિધ સ્થળોએ સફાઈ કામગીરી કરવામાં આવી હતી. જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા તેમજ મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ડેપો સ્ટાફ સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ જળવાઈ રહે તે માટે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવામાં સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.




