મોરવા (હ) ના મહે. જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં,મું,મોરવા(હ)
અરજદાર
:- બામણીયા કાનજીભાઈ સોમાભાઈ
જન્મ/મરણ,અ.નં, પર/૨૦૨૬ મુદત તારીખ: ૦૩/૧૦/૨૦૨૬
રહે- ભુવર ગુલાબ મુવાડી ફળીયુ, તા. મોરવા (હ) જિ.પંચમહાલ
વિરુધ્ધ
સામાવાળા
:- તલાટી કમ મંત્રીશ્રી ભુવર ગ્રામ પંચાયત કચેરી ભુવર તા.મોરવા(હ) જિ.પંચમહાલ
આથી જાહેર જનતા તેમજ લાગતા વળગતા હિત ધરાવતા તમામ ઈસમોને આ નોટીસથી જણાવવામાં આવે છે કે, અરજદારે જન્મ મરણ નોંધણી અધિનીયમ ૧૯૬૯ ની કલમ-૧૩(૩) અન્વયે જન્મ નોંધ કરાવવા અરજદારે હાલની અરજી અત્રેની કોર્ટમાં કરેલ છે. અમો અરજદાર બામણીયા કાનજીભાઈ સોમાભાઈ રહે-ભુવર ગુલાબ મુવાડી ફળીયુ, તા. મોરવા (હ) જિ.પંચમહાલ મુકમે રહીએ છીએ અમો અરજદાર અમારા દિકરા નામે મુકેશ કાનજીભાઈ બામણીયા નો જન્મ તા.૧૫,૧૦,૧૯૯૦ પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકાના ભુવર ખાતે થયેલ હોય તેઓના જન્મની નોંધણી જે તે વખત શરતચૂકથી કરાવવાની રહી ગયેલ હોય અત્રેની કોર્ટમાં કિ.પ.અરજી દાખલ કેરલ છે.
જેથી સદર અરજીના અનુસંધાને કોઈ ઈસમને / પક્ષકારોને વાંધો કે તકરાર હોય તો, જાહેર પ્રસિધ્ધી થયેથી દિન ૩૦ માં અત્રેની કોર્ટમાં સવારના ૧૦:૩૦ કલાકે જરૂરી આધાર પુરાવા સાથે વાંધો રજુ કરવો હાજર રહેવું, જો તેમ કરવામાં કસુર કરશો તો વાંધો નથી તેમ ગણી આગળની ન્યાયીક કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની તમામ લાગતા વળગતા ઈસમોએ નોંધ લેવી
આજ તારીખ ૦૧ મી માહે સપ્ટેમ્બર સને ૨૦૨૬ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિકકો કરીને આપ્યો.









