હાલોલ તાલુકાના ઢીંકવા ગામે તળાવમા યુવાનનું ડૂબી જવાથી નીપજ્યુ મોત 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૯.૨૦૨૬

હાલોલ તાલુકાના ઢીંકવા ગામે ગોકુળષ્ટમી ના દિવસે સાંજના સમયે તળાવમાં નાહવા માટે ગયેલ યુવાન નો પગ લપસી પડતા પાણીમાં ગરકાવ થઇ જતા બનાવ સ્થળે બુમાબુમ થતા લોકો મોટી સંખ્યામાં બનાવ સ્થળે દોડી આવ્યા હતા. તેને બહાર કાઢવા હાલોલ ફાયર ટીમ ની મદદ થી ભારે જેહમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ પાણીમાં ડૂબી જવા થી મોત નીપજ્યું હતું બનાવ સંદર્ભે પાવાગઢ પોલીસે અકસ્માત મોત નો ગુનો નોધી હાલોલ સબ ડ્રીસ્ટ્રીક હોસ્પિટલ ખાતે મૃતક યુવાન નું પીએમ કરાવી તેના પરિવાર ને સોંપ્યો હતો. બનાવ ની પ્રાપ્ત વિગત એવી છે કે હાલોલ તાલુકાના ઢીંકવા ગામે રહેતા પરષોત્તમભાઇ નારણભાઇ રાઠવા ઉ.વ.42 ના ઓ ગત શુક્રવાર ના રોજ સાંજે પાંચ વાગ્યા ના સમય ગાળા દરમ્યાન ગામ પાસે આવેલ ગામ તળાવ માં નાહવા માટે ગયા હતા.જ્યાં તેમનો પગ લાપસી પડતા તે તળાવ ના ઊંડા પાણી માં ગરકાવ થઇ ગયો હતો.પરષોત્તમભાઇ પાણીમાં ડૂબવા લગતા બુમાબુમ કરતા ગામ લોકો તળાવ ખાતે દોડી આવી હાથવગા સાધન થી તેને શોધી બહાર કાઢવાનો પ્રયાસ કરેલ જે નિષ્ફળ જતા તાત્કાલિક હાલોલ ની ફાયર ટીમને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ટીમે રેસ્ક્યુ કરી ભારે જેહમત બાદ આશરે ૧૫ થી ૧૭ ફૂટ ઊંડા પાણીના તળિયેથી પરષોત્તમભાઇ શોધી બહાર કાઢી લાવ્યા હતા પરંતુ તેઓ નું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પાવાગઢ પોલીસે અકસ્માત મોત નો ગુનો નોધી હાલોલ સબ ડ્રીસ્ટ્રીક હોસ્પિટલ ખાતે મૃતક યુવાન નું પીએમ કરાવી તેના પરિવાર ને સોંપ્યો હતો. બનાવમાં ભોગ બનનાર પરષોત્તમભાઇ તેમના પત્ની ને બે સંતાન ને વિલાપ કરતા મૂકી ગયા હતા. નાનકડા ગામ માં તહેવાર ના દિવસે દુર્ઘટના બનતા ગામ માં ભારે શોક ની લાગણી ફેલાઈ જવા પામી હતી.

16
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો