વરસાદ ઓછો, પાક જોખમમાં… ખેડૂતો માટે ધારાસભ્યનો સરકારને પત્ર

ખેડૂતોના હિતમાં ધારાસભ્ય રિતેશ વસાવાની બે મોટી રજૂઆત, નહેરમાં પાણી અને 10 કલાક વીજળીની માંગ

ઝઘડિયા વિધાનસભામાં અપૂરતા વરસાદ વચ્ચે બે મહત્વના પ્રશ્નો ઉઠાવાયા, ધારાસભ્ય રિતેશ વસાવાની સરકારને રજૂઆત

 

ઝઘડિયા વિધાનસભા મતવિસ્તારમાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતો અને ગ્રામજનોને પડી રહેલી મુશ્કેલીઓને લઈને ધારાસભ્ય રિતેશકુમાર રમણભાઈ વસાવા દ્વારા સરકાર સમક્ષ બે મહત્વની રજૂઆતો કરવામાં આવી છે.પ્રથમ રજૂઆત અપૂરતા વરસાદના કારણે કરજણ નહેરમાં પાણી છોડવા બાબતે કરવામાં આવી છે.ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું છે કે ઝઘડિયા વિધાનસભા વિસ્તારના ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકામાં હજુ સુધી પૂરતો વરસાદ થયો નથી. જેના કારણે ખેડૂતોને પાક બચાવવા માટે મુશ્કેલી પડી રહી છે.

ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને વાવણી તો કરી દીધી છે, પરંતુ કુદરતી વરસાદ પૂરતો ન થતાં પાકને બચાવવા માટે સિંચાઈ જ એકમાત્ર વિકલ્પ રહ્યો છે.જો કરજણ જળાશયમાંથી નહેરમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તો ખેડૂતો પોતાના ઉભા પાકને બચાવી શકે અને આર્થિક નુકસાનથી પણ બચી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.બીજી તરફ, અપૂરતા વરસાદના અભાવે ખેતી વિષયક વીજળીનો પુરવઠો દરરોજ ૧૦ કલાક કરવા માટે પણ ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે હાલમાં ખેડૂતોને ખેતી વિષયક વીજળી માત્ર ૮ કલાક મળી રહી છે. અપૂરતા વરસાદના કારણે પાકને પાણી પહોંચાડવા માટે આ સમય પૂરતો ન હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે.આથી જ્યાં સુધી વરસાદની સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજળીનો પુરવઠો ૮ કલાકથી વધારીને દરરોજ ૧૦ કલાક કરવા અને યોગ્ય વોલ્ટેજ સાથે સતત વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરવા ધારાસભ્યએ માંગ કરી છે.હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની આ મુશ્કેલીને ધ્યાનમાં લઈને સરકાર અને સંબંધિત વિભાગો દ્વારા નહેરમાં પાણી છોડવા અને વીજળીના કલાકો વધારવા અંગે શું નિર્ણય લેવામાં આવે છે.ખેડૂતોના પાકને બચાવવા પાણી અને વીજળી — બંને મુદ્દે ધારાસભ્યની સરકાર સમક્ષ મહત્વની રજૂઆત.

16
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો