ડેસર પરમાર ચિરાગ
ડેસર તાલુકાના વાલાવાવ ચોકડી પાસે નાયરા પેટ્રોલ પંપ નજીક અકસ્માતની ઘટનાડેસર તાલુકાના વાલાવાવ ચોકડી પાસે નાયરા પેટ્રોલ પંપ નજીક આજે એક ડમ્પર અકસ્માતગ્રસ્ત બન્યું હતું. મળતી પ્રાથમિક માહિતી મુજબ ડમ્પર રસ્તાના ડિવાઇડર ઉપર ચડી ગયું હતું.ઘટનાને પગલે આસપાસના લોકો સ્થળ પર એકત્રિત થયા હતા. અકસ્માતને કારણે માર્ગ પર થોડા સમય માટે અવરજવરમાં અડચણ સર્જાઈ હોવાનું જાણવા મળે છે.અકસ્મતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ છે કે કેમ તે અંગેની સત્તાવાર માહિતી હાલ ઉપલબ્ધ નથી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.







