MORBI:મોરબી APMCમાં રાજકારણ ગરમાયું: નિષ્પક્ષ ચૂંટણી અને કડક સુરક્ષાની માંગ સાથે કલેક્ટર સમક્ષ રજૂઆત

MORBI:મોરબી APMCમાં રાજકારણ ગરમાયું: નિષ્પક્ષ ચૂંટણી અને કડક સુરક્ષાની માંગ સાથે કલેક્ટર સમક્ષ રજૂઆત

મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની આગામી સામાન્ય ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાની આગેવાનીમાં ‘ખેડૂત પરિવર્તન પેનલ’ના ઉમેદવારોએ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને રૂબરૂ મળીને નિષ્પક્ષ, ભયમુક્ત અને પારદર્શી ચૂંટણી યોજવા માટે કડક રજૂઆત કરી છે. રજૂઆત દરમિયાન મતદાનની ગુપ્તતા જાળવવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

ચુસ્ત સુરક્ષા અને CCTV નિરીક્ષણ: બગથળાના સતિષ ભાણજીભાઈ મેરજા દ્વારા કરાયેલી લેખિત રજૂઆતમાં તમામ મતદાન મથકો અને મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરાઈ છે, જેથી માર્કેટયાર્ડના વર્તમાન સત્તાધીશો દ્વારા ડર કે ધમકીનું વાતાવરણ ન સર્જાય. સમગ્ર પ્રક્રિયાનું વીડિયોગ્રાફી અને CCTV કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવા જણાવાયું છે.બિનઅધિકૃત અવરજવર પર રોક: મતદાન મથકોની આસપાસ અજાણ્યા કે બિનઅધિકૃત તત્વોની અવરજવર પર સખત મનાઈ ફરમાવવા અને ખેડૂતો તેમજ વેપારીઓ કોઈ પણ ભય કે પ્રલોભન વગર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગ કરાઈ છે.મતદાનની ગુપ્તતા જાળવવી: કોઈપણ પક્ષના પોલિંગ એજન્ટો દ્વારા મતદાન કરવા આવતા મતદારોના નામ લખવા પર રોક લગાવવી. બેલેટ પેપર અને તેના કાઉન્ટર ફોઈલ પર સમાન નંબર ન રાખવા, જેથી કોણે કોને મત આપ્યો તે જાણી ન શકાય.

તટસ્થ સ્ટાફની નિમણૂક: ચૂંટણી પ્રક્રિયામાં APMCના સ્થાનિક કર્મચારીઓને સામેલ ન કરવા અને સંપૂર્ણ કામગીરી માટે તટસ્થ અધિકારીઓની જ નિમણૂક કરવાની સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે.રજૂઆત બાદ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ મીડિયાને માહિતી આપતા શાસક પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં સત્તાધીશોએ ગેરકાનૂની રીતે બેલેટ પેપરના આધારે કોણે કોને મત આપ્યો છે તે જોઈને મતદારોને ધમકાવ્યા હતા. તેમણે કલેક્ટર સમક્ષ પુરાવારૂપે યાદી અને ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હોવાનો દાવો કર્યો હતો.

લલિત કગથરા, ઉમેદવાર સતિષ મેરજા, નથુભાઈ કડીવાર, નયન અઘારા અને આનંદભાઈ સહિતના નેતાઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ વખતે ગુપ્તતાનો ભંગ થશે કે ચૂંટણીમાં કોઈ છેડછાડ કરવાનો પ્રયાસ થશે, તો તેઓ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે અને જન આંદોલન કરશે. તેમણે તમામ મતદારોને ખાતરી આપી હતી કે તેમનો મત સંપૂર્ણપણે ગુપ્ત રહેશે. આ મામલે ગાંધીનગર બજાર સમિતિના નિયામકને પણ લેખિત જાણ કરવામાં આવી છે.

16
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો