શિક્ષક દિન નિમિત્તે ગોધરાના ચંચોપા ખાતે બાળ લગ્ન અટકાવવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

*બાળ લગ્ન નિર્મૂળ કરવામાં શિક્ષકો ‘પરિવર્તનના વાહક’ બની શકે*

 

ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને ‘જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન’ ના સંયુક્ત ઉપક્રમે ૫ સપ્ટેમ્બર – ૨૦૨૬, શિક્ષક દિન નિમિત્તે ગોધરા તાલુકાના ચંચોપા ખાતે આવેલી મોડલ સ્કૂલ ખાતે બાળ લગ્ન નાબૂદી અંગે વિશાળ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીશ્રીઓએ હાજરી આપીને ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કાયદાકીય તેમજ સામાજિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, ૨૦૦૬ ની વિવિધ જોગવાઈઓ, બાળ લગ્નથી થતી ગંભીર શારીરિક, માનસિક અને સામાજિક માઠી અસરો તથા બાળ લગ્ન એ કાયદાકીય ગુનો અને સામાજિક દૂષણ છે તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

 

આ પ્રસંગે અધિકારીશ્રીઓએ જણાવ્યું હતું કે સમાજમાંથી બાળ લગ્ન જેવા દૂષણને જડમૂળથી દૂર કરવા માટે શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. શિક્ષકો બાળકના પ્રથમ માર્ગદર્શક હોવાથી તેઓ શાળા છોડી જતાં કે જોખમમાં મુકાયેલા બાળકોની સમયસર ઓળખ કરી બાળ લગ્ન અટકાવવામાં મહત્વનું યોગદાન આપી શકે છે.

 

આ જાગૃતિ કાર્યક્રમમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU), એન્ટિ હ્યૂમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU), સી-ટીમ, IUCW શાખા અને મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ બાળ લગ્ન મુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લીધો હતો.

 

21
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો