નવસારી: આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ‘નમો કમલમ’નું ભવ્ય લોકાર્પણ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારીમાં વડાપ્રધાનના આગમનને લઈ તડામાર તૈયારીઓ પૂર્ણ, સુરક્ષા વ્યવસ્થા સઘન

૮ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈને સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી હાઈવે પર ગ્રીડ નજીક જિલ્લા સંગઠન દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ અને દેશના પ્રથમ AI આધારિત કાર્યાલય તરીકે તૈયાર કરવામાં આવેલું ‘નમો કમલમ’ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભવ્ય રીતે લોકાર્પણ કરવામાં આવશે.વડાપ્રધાનના પ્રવાસને અનુલક્ષીને ‘નમો કમલમ’ પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. નેશનલ હાઈવેને અડીને આવેલા આ પરિસરમાં કાર્યક્રમને અનુલક્ષીને વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.વડાપ્રધાનના આગમનને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નમો કમલમ અને આસપાસના વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જરૂરી સુરક્ષા પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં આવનારા લોકો માટે પાર્કિંગ, પીવાનું પાણી સહિતની જરૂરી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૮ સપ્ટેમ્બરના રોજ બપોર બાદ નવસારી ખાતે હેલિપેડ પર પહોંચશે. ત્યારબાદ તેઓ ‘નમો કમલમ’નું લોકાર્પણ કરી ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરશે.વડાપ્રધાનના આગમન સમયે આશરે ૧,૧૦૦ બહેનો પરંપરાગત વેશભૂષામાં કળશ સાથે ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કરશે. જ્યારે આશરે ૫૦૦ પુરુષો ડમરુ વગાડી વડાપ્રધાનનું અભિવાદન કરશે. નમો કમલમ પરિસરમાં ૩૦ બહેનો ઢોલ-ત્રાંસા સાથે વાદન કરી પરંપરાગત રીતે વડાપ્રધાનનું સ્વાગત કરશે.લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નમો કમલમના વિવિધ વિભાગોની મુલાકાત લેશે. જેમાં મુખ્ય કાર્યાલય, મીડિયા વિભાગ, કોલ સેન્ટર, લાઈબ્રેરી તેમજ સાંસદ અને ધારાસભ્યોની કેબિનનો સમાવેશ થાય છે. ઉપરાંત તેઓ પંડિત દિનદયાળ મીટિંગ હોલ, શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડની પણ મુલાકાત લેશે.

વડાપ્રધાનના આ કાર્યક્રમનું નવસારી જિલ્લાના ૩૮૯ ગામોમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. અંદાજે ૧.૧૫ લાખથી વધુ ગ્રામજનો કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળશે. વડાપ્રધાનના આગમનને લઈને નવસારી જિલ્લામાં ભાજપના કાર્યકરો તેમજ સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

20
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો