શહેરાના જાગેશ્વર મંદિરે ગણપતિ બાપાના ભવ્ય આગમન સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

શહેરા, પંચમહાલ :

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા નગર વિસ્તારમાં આવેલ જાગેશ્વર મંદિર ખાતે ગણપતિ બાપાના ભવ્ય આગમનનો કાર્યક્રમ ગણેશ યુવક મંડળ દ્વારા ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યો હતો. આ અવસરે મોટી સંખ્યામાં ભક્તજનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહી ભગવાન ગણેશજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

 

ગણપતિ બાપાની પ્રતિમાને શોભાયાત્રા સાથે મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી. ઢોલ-નગારા, ભજન-કીર્તન અને ગણપતિ બાપા મોરિયાના જયઘોષ વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. મંદિર પરિસરમાં વિશેષ સજાવટ કરવામાં આવી હતી, જેના કારણે કાર્યક્રમનું આકર્ષણ વધ્યું હતું.

 

આ પ્રસંગે ગણેશ યુવક મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવને ધામધૂમપૂર્વક ઉજવવા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ બાપાના આગમન સાથે જ શહેરા વિસ્તારમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

19
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો