શ્રાવણ માસના છેલ્લા સોમવારે વેલંજા વિસ્તારમાં શિવ મહિમાનો ભક્તિમય માહોલ

રામેશ્વર મહાદેવ મંદિરે 108 દેવડાઓ પ્રગટાવી મહા આરતી યોજાઈ, 2,000થી 2,500 ભક્તોએ આરતી અને પ્રસાદીનો લાભ લીધો

 

વેલંજા, સુરત: શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે વેલંજા, ઉમરા અને શેખપુર વિસ્તાર શિવમય બન્યો હતો. શ્યામ સોસાયટી ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે 108 દેવડાઓ પ્રગટાવી સોમેશ્વર મહાદેવની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

 

108 જગદીશભાઈ બાબરીયાનું પુષ્પમાળા પહેરાવી સન્માન

 

મહા આરતીના આ પાવન પ્રસંગે વેલંજા, ઉમરા અને શેખપુર વિસ્તારમાં 108 ની છાપ ધરાવતા જગદીશભાઈ બાબરીયા (જગો) વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્યામ સોસાયટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા જગદીશભાઈ બાબરીયાનું પુષ્પમાળા પહેરાવી અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના રહીશો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

108 દેવડાઓના પ્રકાશથી મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું

 

મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે મહા આરતી યોજાઈ હતી. 108 દેવડાઓના પ્રકાશથી મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું હતું અને ભક્તોએ શ્રદ્ધાપૂર્વક આરતીમાં ભાગ લીધો હતો. આરતી બાદ આયોજિત પ્રસાદીનો પણ ભક્તોએ લાભ લીધો હતો.

 

2,000થી 2,500 ભક્તોએ આરતી અને પ્રસાદીનો લાભ લીધો

 

આ ધાર્મિક આયોજનમાં અંદાજે 2,000થી 2,500 ભક્તોએ આરતી અને પ્રસાદીનો લાભ લીધો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. વેલંજા, ઉમરા અને શેખપુર વિસ્તારના લોકોએ મહાદેવ દાદાના દર્શન કરી શ્રાવણ માસના અંતિમ સોમવારને ભક્તિભાવપૂર્વક ઉજવ્યો હતો.

 

પાંચ વર્ષથી ભક્તિ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઓળખાતું મંદિર

 

શ્યામ સોસાયટી ખાતે આવેલું રામેશ્વર મહાદેવ મંદિર છેલ્લા પાંચ વર્ષથી ભક્તિભાવ અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે આગવી ઓળખ ધરાવે છે. મંદિર દ્વારા છેલ્લા ત્રણથી ચાર વર્ષથી અંતિમ ક્રિયા માટે જરૂરી સામાન પણ વિનામૂલ્યે લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિથી જરૂરિયાતમંદ પરિવારોને સહાય મળી રહી છે અને મંદિરની ધાર્મિક સાથે માનવસેવાની ભાવનાને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

 

આ સમગ્ર આયોજન દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિ, શ્રદ્ધા અને શિવ મહિમાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. જગદીશભાઈ બાબરીયાના સન્માન સાથે યોજાયેલા આ પ્રસંગે શ્યામ સોસાયટીના રહીશો અને આગેવાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
21
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો