HALVAD:હળવદના ટીકર (રણ) ગામેથી જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા
હળવદ તાલુકાના ટીકર (રણ) ગામમાં દરોડો પાડીને પોલીસે જાહેર જગ્યા પર જુગાર રમી રહેલા ચાર ઇસમોને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે. હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી વિગતો મુજબ, હળવદ તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ક્ષેત્રમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ટીકર (રણ) ગામે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા જુગારની રમતમાં મશગૂલ ચાર શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ:મનસુખભાઈ માનસિંગભાઈ ખાંભડીયા ,મુન્નાભાઈ છેલાભાઈ ખોડ ,વિષ્ણુભાઈ રઘુભાઈ કુડેચા ,મુળજીભાઈ ગુગાભાઈ ઝીંઝવાડિયા પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ. ૩૧,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે હળવદ પોલીસે ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.







