પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, ભાવનગર ઝોન હેઠળની જુનાગઢ જિલ્લાની બાંટવા નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ અનુસાર શરૂ કરાયેલ ‘સ્વચ્છ શહેર ૧૦૦ દિવસ મહા સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત તા. ૦૮/૦૯/૨૦૨૬ના રોજ શ્રીએવરશાઇન શાળા ખાતે વિશેષ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમા સ્ત્રોત પર જ કચરાનું ૪ પ્રકારે વર્ગીકરણ થાય જેમા લીલો ડબ્બો (ભીના કચરા માટે), ભૂરો ડબ્બો (સૂકા કચરા માટે), લાલ ડબ્બો (સેનિટરી કચરા માટે) અને કાળો ડબ્બો (ઘરગથ્થુ જોખમી કચરા માટે) નિયત કરવામા આવેલ છે. જેથી શાળાના શિક્ષકો તથા વિધાર્થીઓ સ્વચ્છતાનુ મહત્વ સમજે અને તેનુ અમલીકરણ થાય તે હેતુ થી શ્રીએવરશાઇન શાળાના શિક્ષકગણ તથા તમામ વિધાર્થીઓને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૨૬ અંતર્ગત ઘન કચરાનુ ચાર પ્રકારે વર્ગીકરણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિન પ્રતિદિન વધતા જતા સિંગ્લ યુઝ પ્લાસ્ટીક પ્રદુષણમા ઘટાડો થાય તે માટે શાળામાં અવાર નવાર યોજાતા નાના-મોટા કાર્યક્રમોમા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને બજારોમા ખરીદી કરતી વખતે સિંગલ યુઝ પ્લાસ્ટીકની થેલીઓને બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 










