9 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય, વિસનગર (ઉચ્ચ પ્રાથમિક વિભાગ) ખાતે ઉત્સાહભેર ‘શિક્ષક દિન’ ની ઉજવણી.આદર્શ વિદ્યાલય, વિસનગરના ઉચ્ચ પ્રાથમિક વિભાગ દ્વારા શાળા કેમ્પસમાં શિક્ષક દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવીને શિક્ષણ કાર્યમાં રસપૂર્વક ભાગ લીધો હતો.
આજના દિવસે શાળાના ૪૬ જેટલા ઉત્સાહી બાળકોએ શિક્ષક બનીને વર્ગખંડોમાં શૈક્ષણિક અને વહીવટી કાર્યભાર સંભાળ્યો હતો. વિદ્યાર્થીઓએ અત્યંત નિષ્ઠાપૂર્વક ગણિત, વિજ્ઞાન, ભાષા જેવા વિવિધ વિષયોનું અધ્યાપન કરાવીને પોતાનામાં રહેલી સુષુપ્ત શિક્ષક ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો.
કાર્યક્રમના અંતે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષક બનેલા તમામ ૪૬ વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શનને બિરદાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણે બાળકોના ઉત્સાહ અને સંચાલનની પ્રશંસા કરી હતી તેમજ ડૉ. રાધાકૃષ્ણનના જીવન અને શિક્ષકના મહત્વ વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સમગ્ર આયોજનથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને જવાબદારીના ગુણોનો વિકાસ થયો હતો અને શાળા પરિવાર માટે આ દિવસ યાદગાર બની રહ્યો હતો.










