- કાળી પટ્ટી સાથે ગ્રામ સેવકો નો વિરોધ વિજાપુરમાં ખેતીવાડી ગ્રામ સેવકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ

oppo_0 વાત્સલ્યમ સમાચાર
- સૈયદજી બુખારી વિજાપુર
વર્ષોથી પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ હવે આંદોલનના માર્ગે આગળ વધ્યું છે. જેના પગલે વિજાપુરમાં ખેતીવાડી વિભાગના ગ્રામ સેવકોએ ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવી હડતાળ જાહેર કરી છે. ગ્રામ સેવકોના આ વિરોધથી ખેતીવાડી વિભાગની કામગીરીમાં પણ તેની અસર જોવા મળે તેવી શક્યતા છે. જીલ્લા ગ્રામસેવક મંડળ ના પ્રતિનિધિ વિપુલભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતુકે
ગ્રામ સેવકોની વિવિધ પડતર માંગણીઓ માં ૧ થી ૨ ગામ વચ્ચે એક ગ્રામ સેવક નું મહેકમ રાખવું, અગાઉ આપવામાં આવતો ૪૨૦૦ ગ્રેડ પે પુનઃ લાગુ કરવો, ઓનલાઇન કામગીરી માટે જરૂરી સાધનો તથા ભથ્થું આપવું અને પ્રવાસ ભથ્થામાં વધારો કરવો મુખ્ય છે.
આ ઉપરાંત અન્ય વિભાગોની કામગીરી જે તે વિભાગોને સોંપી ગ્રામ સેવકો પરનું વધારાનું કામનું ભારણ ઘટાડવું, બંધ કરવામાં આવેલી પ્રમોશન ની તકો પુનઃસ્થાપિત કરવી તેમજ ગ્રામ ડીસેવકોની ફરજ, કામગીરી અને જવાબદારી અંગે રાજ્ય કક્ષાએથી સ્પષ્ટ જોબ ચાર્ટ જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.
ગ્રામ સેવકોના જણાવ્યા મુજબ આ પ્રશ્નો લાંબા સમયથી પડતર છે અને વારંવાર રજૂઆતો છતાં યોગ્ય ઉકેલ આવ્યો નથી. સરકાર દ્વારા માંગણીઓનો હકારાત્મક નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ વ્યાપક અને ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી









