આજથી વિરોધ દર્શાવવા કાળી પટ્ટી ધારણ કરી કામગીરી શરૂ કરાઈ જેને લઇ બોડેલી તાલુકાના તમામ ગ્રામ સેવકો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો છે
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા લાંબા સમયથી ચાલી આવતી વિવિધ પડતર માંગણીઓ અને અન્ય સંવર્ગોની કામગીરીના અનાવશ્યક દબાણ સામે સરકારને આપવામાં આવેલું અલ્ટિમેટમ પૂર્ણ થતાં, આજથી ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.
સંગઠન દ્વારા આપેલા વિરોધ કાર્યક્રમના પ્રથમ તબક્કા મુજબ આજે તારીખ ૦૯/૦૯/૨૦૨૬ના રોજ સમગ્ર રાજ્યના ગ્રામસેવકોએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો.
મહામંડળના જણાવ્યા મુજબ, વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ સંવાદ કે હકારાત્મક ઉકેલ ન આવતાં નાછૂટકે આંદોલનાત્મક પગલું ભરવું પડ્યું છે. આ આંદોલન હેઠળ આગામી દિવસોમાં તબક્કાવાર કાર્યક્રમો આપવામાં આવશે, જેમાં:
૧૦ સપ્ટેમ્બર: જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવું
૧૪ સપ્ટેમ્બર: તમામ સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થવું
૨૧ સપ્ટેમ્બર: તમામ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર
૨૫ સપ્ટેમ્બર: પેન ડાઉન (કામગીરી બંધ)
૦૧ ઓક્ટોબર: માસ સી.એલ. (Mass CL) અને
૦૨ ઓક્ટોબરથી: અચોક્કસ મુદતની હડતાળ નો કાર્યક્રમ આપ્યો છે.
ગ્રામસેવકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો તાત્કાલિક ધોરણે તેમની માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે, તો ઉદ્ભવનારી તમામ વહીવટી અને ખેડૂતલક્ષી પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે.
રિપોર્ટર તોસીફ ખત્રી











